અંકલેશ્વરની ફાઇનાન્સ કંપનીમાં 4 લૂંટારાઓએ કર્મચારીઓને બંદૂકની અણીએ ….

    0
    8

    અંકલેશ્વરની ફાઇનાન્સ કંપનીમાં 4 લૂંટારાઓએ કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા, 4 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટીને કારમાં ફરાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં આજે સવારે 9 વાગ્યાની આસપાસ કંપનીના કર્મચારીઓને બંદૂક બતાવી બંધક બનાવ્યા બાદ લૂંટની ઘટના બની હતી. જેમાં 4 કરોડના સોનાના દાગીના અને રોકડ લૂંટીને લૂંટારા ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. કંપનીની ઓફિસમાં લગાવેલા CCTVમા 4 લૂંટારૂઓ ઓફિસમાં પ્રવેશ કરતા દેખાય છે અને ત્યાર બાદ 4 લૂંટારૂઓ કર્મચારીઓને બંદૂકની અણીએ અંદરની રૂમમાં મોકલી દે છે. બે લૂંટારૂઓના હાથમાં બંદૂક અને એક લૂંટારૂના હાથમાં ચાકૂ જોવા મળ્યું હતું અને 4 કરોડના સોનાના દાગીના અને રોકડ રકમ લૂંટ ચલાવીને લૂંટારાઓ કારમાં ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

    https://www.facebook.com/pulse365.in/videos/805136133600255

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here