અંબાજી રોડની 100 વર્ષ જૂની નાગર પંચની વાડીના પહેલા માળનું ધાબું ધરાશયી

0
28

ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા 6 વ્યક્તિનો ચમત્કારિક બચાવ : ઐતિહાસિક વાડી આધ્યાત્મિક રીતે પણ મહત્વ ધરાવે છે

સિટીના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પરની જૂની ઐતિહાસિક વાડીના પહેલા માળનું ધાબુ અચાનક જ ધરાશાયી થતા રહેવાસીઓમાં ભાગદોડ મચી ગઈ હતી. જો કે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા છ લોકોનો ચમત્કારિક બચાવ થતા જાનહાની તળી હતી. આશરે 100 વર્ષ જેટલી જૂની આ વાડી આધ્યાત્મિક રીતે આગવું મહત્વ ધરાવે છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આશરે સો વર્ષ જુની નાગર પંચની વાડીનું ગ્રાઉન્ડ પ્લસ એક માળનું બનેલું છે. આજે સવારે અચાનક આખા મકાનમાં ધ્રુજારી આવતા નીચે રહતા લોકો બહાર દોડી આવ્યા હતા અને જોત જોતામાં પહેલા માળનું ધાબુ ધડાકા સાથે તૂટી પડ્યું હતું. જેને લઈ પહેલા માળની દીવાલ પણ ઘરાશાયી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, મોટેભાગે અહીં ભાડુઆત રહે છે. શરૂઆતમાં 13-14 પરિવાર રહેતા હતા જ્યારે ઘટના સમયે માત્ર 7 પરિવાર અહીં રહી રહ્યા છે. આ વાડીમાં મોટેભાગે લાકડાનો જ ઉપયોગ કરાયો છે, છત પણ લાકડાની જ છે. હાલ મકાન મુખ્ય પીલર પર ઉભું છે જેને લાકડાના પીલરનો સહારો છે.

વાડીના લીગલ એડવાઈઝર અજય માવાવાલાએ જણાવ્યું કે, નાગરપંચની આ વાડી આશરે 80 થી 100 વર્ષ જૂની છે. આ ઐતિહાસિક વાડી નાગર બ્રાહ્મણ સમાજના અનેક કાર્યક્રમોની સાક્ષી રહી છે. આજે પણ વાડીની અંદરની દીવાલ ઉપર વાડીના બાંધકામ સમયે જે-તે વ્યક્તિએ આપેલા દાનની રકમ અને નામ આરસના પથ્થર પર કોતરવામાં આવ્યા છે. નરી આંખે જોઈ શકાય છે. આ વાડી નું આધ્યાત્મિક દ્રષ્ટિએ આગવુ મહત્વ છે .

અગાઉ વાડીના મકાનને ઉતારી પાડવા મ્યુનિ. અને ફાયર વિભાગને લેખિતમાં બે-ત્રણ વાર જણાવ્યું છે. જ્યારે ભાડુઆતોએ કહ્યું કે અમને અહીંથી બીજે જવા કહેવામાં આવ્યું છે અથવા તો બાહેધરી આપીને અહીં રહેવા જણાવ્યું છે. પણ અમને જે વળતર આપવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી. જો અમારી આર્થિક સ્થિતિ સારી હોય તો અમે શા માટે આવા જર્જરિત મકાનમાં રહેવાનું જોખમ લઈએ! દરમિયાન કેટલાક ભડુઆતો માત્ર કબ્જેદાર બની રહેવા માંગે છે.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here