અક્ષયકુમારની લક્ષ્મી બોમ્બ ભારત સિવાય આ દેશોમાં પણ રિલીઝ થનારી છે

0
104

બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. આજકાલ આ જ ફિલ્મની ચર્ચા ચાલી રહી છે. ફિલ્મ કેવી ચાલશે, સફળ થશે કે ફ્લોપ જશે તે અંગે હવે વધારે રાહ જોવાની જરૂર નથી કેમ કે ટૂંક સમયમાં જે તે રિલીઝ થવા જઈ રહી છે. રાઘ લોરન્સના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ નવમી નવેમ્બરે ડીઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે. હવે એક ખુશ ખબર એ પણ છે કે નવમી નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મની સાથે સાથે આ ફિલ્મ થિયેટરમાં પણ રિલીઝ કરવામાં આવી રહી છે.

થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરાશે


અક્ષયકુમાર અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બ હવે પ્રેક્ષકો સીધા સિનેમાહોલમાં પણ જોઈ શકશે. જોકે તેમાં એક ટ્વિસ્ટ છે. લક્ષ્મી બોમ્બના મેકર્સ આ ફિલ્મ માત્ર એ જ દેશોમાં રિલીઝ કરશે જયાં કોરોનાની હાલતમાં સુધારો થઈ ચૂક્યો છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, યુએઈ અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે. જો તમે ભારતમાં રહો છો અને લક્ષ્મી બોમ્બ ફિલ્મ થિયેટરમાં જોવાની ઇચ્છા ધરાવો છો તો તમને આંચકો લાગી શકે છે કેમ કે ભારતમાં હજી કોરોનાના કહેરમાં ઘટાડો થયો નથી. આ કારણથી આ ફિલ્મ ભારતમાં થિયેટરોમાં રિલીઝ કરાશે નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here