અક્ષયકુમાર સાથે ક્યારેય કામ કરી શકે નહીં શાહરુખ ખાન, આ કારણ દર્શાવ્યું હતું

  0
  10

  બોલિવૂડના ત્રણ ખાન સિવાય એક માત્ર અક્ષયકુમાર છે જેને તેમની બરાબરીનો સુપરસ્ટાર કહી શકાય તેમ છે. સલમાન ખાન સાથે તો અક્ષયકુમાર ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. પરંતુ અક્ષય અને શાહરુખે સાથે કામ કર્યું નથી.

  ફેન્સ આ બંનેને સાથે કામ કરતા જોવા માગે છે. જોકે શાહરુખ ખાન એમ માને છે કે તે અક્ષયકુમાર સાથે કામ કરી શકે તેમ નથી. આ અંગેની સંભાવના ઘણી ઓછી છે તે અક્ષયકુમાર સાથે કોઈ ફિલ્મમાં કામ કરે.

  એક વાર એક મુલાકાતમાં શાહરુખ ખાને આ અંગેનું કારણ જાહેર કર્યું હતું. શાહરુખે જણાવ્યું હતું કે અક્ષયકુમાર સવારે વહેલો ઉઠી જાય છે તેવી રીતે તે વહેલો ઉઠી શકે તેમ નથી. આ ઉપરાંત અક્ષયનો સવારે ઉઠવાનો સમય થાય ત્યારે તો મારો સૂવાનો સમય થતો હોય છે.

  શાહરુખે એમ પણ કહ્યું હતું કે જે સમયે તે કામની શરૂઆત કરે ત્યારે તો અક્ષય તેના કામ પતાવીનો પેકિંગ કરીને ઘરે જતો રહે છે. આથી જ અમારા બંને વચ્ચે કામ કરવાની કોઈ શક્યતા રહી નથી.

  એક વાર શાહરુખે કહ્યું હતું કે તે રાત્રે કામ કરવાનું પસંદ કરે છે પરંતુ મોટા ભાગના એક્ટર આમ કરતા હોતા નથી. તેમાં જો કોઈએ મારી સાથે અક્ષયકુમારને કાસ્ટ કરી નાખ્યો તો એવી શક્યતા રહેશે કે અમે ક્યારેય સેટ પર ભેગા થઈશું જ નહીં.

  જોકે તેણે એ કબૂલ્યું હતું કે એક વાર તે અક્ષય સાથે કામ કરવા આતુર છે. એવું નથી કે બંનેએ ક્યારેય કામ જ કર્યું નથી. ફિલ્મ દિલ તો પાગલ હૈમાં અક્ષય કુમારે એક નાનકડો રોલ કર્યો હતો જેમાં લીડ રોલમાં શાહરુખ ખાન હતો.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here