અક્ષય કુમાર 45 દિવસ શૂટિંગ કરવાની ફી કરોડોમાં લેશે

    0
    7

    અભિનેતા એક વરસમાં વધુમાં વધુ ફિલ્મો કરવા માટે જાણીતો છે

    અક્ષય કુમાર બોલીવૂડમા પોતાની ફિલ્મોની સ્પીડ અને ફી માટે જાણીતો છે. એકટરમાં ખાસ વાત એ છે કે,ઓછા સમયમાં વધુમાં વધુ ફિલ્મો પૂરી કરે છે એટલું જ નહીં તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર ટંકશાળ પણ પાડે છે. અભિનેતા એક ફિલ્મ પર જ વધુ સમય ન આપતા વરસમાં વધુમાં વધુ ફિલ્મો આપવા પર ભાર મુકે છે.  હવે રિપોર્ટ એ છે કે, તે બેલ બોટમની ટીમ સાથે વધુ એક ફિલ્મ બનાવાનો છે. જે કોમેડી ફિલ્મ હશે, જેનું દિગ્દર્શન મુસ્સર અલી કરશે અને જેકી તથા વાશુ ભગનાની આ ફિલ્મનું નિર્માણ કરશે. 

    સોશિયલ મીડિયાના એક રિપોર્ટના અનુસાર, અક્ષય આ કોમેડી ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળીને આનંદમાં આવી ગયો છે. આ એક અજબ પરિવાર પરની કોમેડી ફિલ્મ બનશે. અક્ષય આ ફિલ્મ માટે રૂપિયા  ૧૦૦ કરોડ લેવાનો છે. જ્યારે અક્ષયની ફી સિવાયનું આ ફિલ્મનું બજેટ રૂપિયા ૩૫-૪૦ કરોડ છે. 

    અક્ષય આ ફિલ્મનું શૂટિંગ ૪૫ દિવસમાં પુરુ કરી નાખવાનો છે તેથી તેને રોજના બે કરોડ રૂપિયા ફી મળશે. 

    હાલમાં જ તેની ફિલ્મ લક્ષ્મી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઇ છે. તેણે બેલ બોટમ ફિલ્મનું પણ શૂટિંગ પુરુ કરી નાખ્યું છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here