અજિત મીલ પાસે મુખ્ય રોડ પર જ મોટો ભુવો પડયો

0
56

મેગાસિટીમાં ભુવા પડવાની સમસ્યા બારમાસી બની

– ગ્રામપંચાયત સમયની ગટર-પાણીની ખવાઇ ગયેલી લાઇનો લીકેજ થતા સમસ્યા વકરી

અમદાવાદમાં ગોમતીપુર વોર્ડમાં અજિત મીલ ચાર રસ્તાથી અમરાઇવાડી જવાના રસ્તા પર મણિયાર પાસે મુખ્ય રોડ પર મોટો ભુવો પડી ગયો છે. આખુ બાઇક અંદર ઉતરી જાય તેટલો મોટો ભુવો પડી જતા મ્યુનિ.તંત્ર દ્વારા સલામતીના કારણોસર ભુવાનો કોર્ડન કરી દેવાયો છે. 

મેગાસિટી અમદાવાદમાં બારેમાસ ભુવા પડવાની વાત સામાન્ય બની ગઇ છે. વર્ષો જુની ગટર-પાણીની ખવાઇ ગયેલી લાઇનો, સમયાંતરે મરામતનો અભાવ, ગટરમાં ગંદા પાણી સિવાય અન્ય કચરો પણ ઠાલવી દેવાની વૃતિ સહિતના કારણોસર કોઇ એક જગ્યાએ લાઇનો ચોકઅપ થવી અને પાણીના યોગ્ય નિકાલના અભાવે ભુવા પડી જવાની સ્થિતિ સર્જાઇ રહી છે.

પૂર્વ વિસ્તારમાં ખાસ કરીને ભુવાઓ પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. હાટકેશ્વર, ખોખરા, અમરાઇવાડી, ઓઢવ, નિકોલ, વિરાટનગર સહિતના પટ્ટામાં લગભગ મોટાભાગના રોડ પર એકાએક ભુવાઓ પડી જવાની હવે કોઇ નવાઇ નથી રહી.જોકે વાહનચાલકનું જોખમ વધી જાય છે.મેગાસિટીનો વિસ્તાર ગણાતો આ ભાગ અગાઉ ગ્રામપંચાયતનો હતો. ગામડાઓને મ્યુનિ.કોર્પોરેશનમાં ભેળવી દેવાયા છે. 

નવાઇની વાત એ છેકે મ્યુનિ.ભેળવાયા બાદ મોટાભાગની ગ્રામપંચાયતોમાં હજુ પણ ગ્રામપંચાયત સમયની જ ગટર-પાણીની લાઇનો છે. મ્યુનિ.તંત્ર વેરાઓ ઉઘરાવે છે પરંતુ પ્રાથમિક સુવિધાના કામો કરવામાં બેદરકારી દાખવતી હોવાની ફરિયાદો રહિશો કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here