અઝરબૈજાને અર્મેનિયાના સૈનિકોને નિશાન બનાવી કર્યું ‘ટાર્ગેટ કિલિંગ’, Videoએ મચાવી સનસની

  0
  90

  રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મધ્યસ્થી કર્યા બાદ અર્મેનિયા-અઝરબૈજાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ છેડાઈ ગયું છે. અઝરબૈજાને આરોપ લગાવ્યો હતો કે, અર્મેનિયાએ ગઈ કાલે રાત્રે તેના મોટા શહેરો પર ભારે હુમલા કર્યા છે. બંને દેશો વછ્કે સરહદે નાગોર્નો-કારબાખ વિસ્તારને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ભિષણ યુદ્ધ છેડાઈ ગયું છે.

  9 લોકોના મોતનો દાવો

  અઝરબૈજાનના અધિકારીએ કહ્યું હત્તું કે, અર્મેનિયાના સુરક્ષાબળો દ્વારા દેશના સૌથી મોટા શહેર ગાંઝાને નિશાન બનાવીને મિસાઈલો દાગી હતી, જેમાં 9 લોકોના મોત થયા હતાં અને 30થી વધારે લોકો ઘાયલ થયા હતાં. આ ઉપરાંત એક રહેવાસી ઈમારત ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. અઝરબૈજાનના મહાભિયોજક કાર્યાલયના જણાવ્યા પ્રમાણે મિંગાશેવિર શહેર પણ રવિવારે સવારે મિસાઈલ હુમલાની ઝપટમાં આવી ગયું હ્તું.

  સંઘર્ષ વિરામનું પાલન

  બીજી બાજુ નાગોર્નો-કારબાખના સૈન્ય અધિકારીઓએ ગાંઝા શહેર પર હુમલાની વાતનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ક્ષેત્રની સેના સંઘર્ષ વિરામનું પાલન કરી રહી છે. આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, અઝરબૈજાનની સેનાએ ક્ષેત્રની રાજધાની સ્ટેપનાકર્ટ અને તેની આસપાસના વિસ્તારોમાં ગોળીબાર કર્યો છે.

  સામે આવેલા વીડિયોએ મચાવી સનસનાટી

  તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં અઝરબૈજાન અર્મેનિયાના સૈનિકોને નિશાન બનાવી રહ્યું છે. અઝરબૈજાન અર્મેનિયાના સૈનિકોને નિશાન બનાવીને ટાર્ગેટ કિલિંગ કરી રહ્યું છે. અર્મેનિયાના સૈનિકોને નિશાન બનાવીને મિસાઈલો અને બોમ્બ વડે હુમલા કરવામાં આવી રહ્યાં છે. જેમાં સેનાના જવાનોના ચિંથડા ઉડી જાય છે. આ હુમલાએ ભારે સનસનાટી મચાવી છે. 

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here