અટલ ટનલના ઉદ્ઘાટન પ્રસંગે આતંકવાદી હુમલાને પગલે વડા પ્રધાન માટે ખાસ ડૉગ સ્ક્વોડની સુરક્ષા

0
24

 ગુપ્તચર એજન્સીએ આતંકવાદીઓની વાતચીત ટ્રેસ કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અટલ ટનલના ઉદ્ઘાટન માટે જાય ત્યારે હુમલો કરવાની આતંકવાદીઓની વાતચીતને ગુપ્તચર ખાતાએ ટ્રેસ કરી લીધી હતી. એના પગલે વડા પ્રધાનની સુરક્ષાના બંદોબસ્તને વધુ ચુસ્ત બનાવાયો હતો. 

ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની સિક્યોરિટી માટે જે બાહોશ ડૉગ સ્ક્વોડની વ્યવસ્થા કરાઇ હતી એ જ ડૉગ સ્ક્વોડ વડા પ્રધાનની સિક્યોરિટી પણ સંભાળશે.

રોહતાંગમાં બનાવાયેલી આ અટલ ટનલના પગલે ભારતીય લશ્કરના જવાનોને જ્યારે જ્યાં જરૂર પડે ત્યાં ફટાફટ મોકલી શકાશે.  આપણા જવાનોને પાકિસ્તાન તરફી સરહદે કે ચીન તરફી સરહદે ઝડપભેર પહોંચાડી શકાશે. આ ટનલ આપણા દેશમાં સૌથી મોટી ટનલ છે. એના ઉદ્ગાટન માટે નરેન્દ્ર મોદી જાય ત્યારે ત્રાટકવાની ઇન્ટરનેશનલ આતંકવાદીઓની યોજના હતી. 

ગુપ્તચર ખાતાએ આતંકવાદીઓની વાતચીતને ટ્રેસ કરી હતી. એના પગલે વડા પ્રધાનની સિક્યોરિટી વ્યવસ્થાને અપડેટ કરાઇ હતી.

કેન્દ્રના ગૃહ ખાતાએ વડા પ્રધાનની સિક્યોરિટીમાં ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસની એલિટિસ્ટ કે નાઇન (સ્નીફર ડૉગ ) સ્ક્વોડને તહેનાત કરવાનો નિર્ણય લીધો હતો. આ એ જ ડૉગ સ્ક્વોડ છે જેણે અમેરિકી પ્રમુખ બરાક ઓબામાની ભારતની મુલાકાત વખતે તેમની સિક્યોરિટીની વ્યવસ્થા સંભાળી હતી.

 આ સ્નીફર ડૉગ્સને એર કંડિશન્ડ વાહનોમાં અટલ ટનલ તરફ લઇ જવાયા હતા.  સ્ક્વોડમાં કેટલા કમાન્ડો અને કેટલા સ્નીફર ડૉગ્સ છે એની વિગતો સિક્યોરિટીના કારણે ખાનગી રાખવામા આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here