અટલ વીમા કલ્યાણ યોજના હેઠળ હવે ઓનલાઇન ક્લેમ કરી શકાશે, ફિઝિકલી ક્લેમ કરવાની પ્રોસેસ બંધ કરવામાં આવી

0
34
  • એફિડેવિટ ફોર્મમાં દાવો પ્રસ્તુત કરવાની શરત પણ કાઢી નાખવામાં આવી છે
  • અગાઉ સરકારે 24 માર્ચથી 31 ડિસેમ્બર 2020 સુધી માટે બેરોજગારી લાભ હેઠળ ચૂકવણી બમણી કરી દીધી હતી

કોરોના રોગચાળાને લીધે સરકારે બેકારીથી પીડિત લોકોને રાહત આપી છે. અટલ વીમા વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ ક્લેમ કરવા માટે ઓનલાઇન પ્રોસેસ અને આધાર તેમજ બેંક અકાઉન્ટ ડિટેલ્સ જેવાં ડોક્યૂમેન્ટ્સની સ્કેન કોપી અપલોડ કરવાની છૂટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કોઈ લાભાર્થી ઓનલાઇન ક્લેમ વખતે ડોક્યૂમેન્ટ અપલોડ ન કરી શકે તો તેણે તેનાં પ્રિન્ટ આઉટ્સ સબમિટ કરાવવા પડશે.

એફિડેવિટ ફોર્મથી ક્લેમની રજૂઆત કરવા માટેની શરત દૂર કરી
એફિડેવિટ ફોર્મમાં ક્લેમની રજૂઆત કરવાની શરત પણ દૂર કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, યોજનાના લાભાર્થીઓની પ્રતિક્રિયાનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું છે કે, એફિડેવિટ ફોર્મમાં ક્લેમની રજૂઆત કરવાની શરત દાવેદારોને અસુવિધા આપે છે. તેથી, આ શરત કાઢી નાખવામાં આવી છે.

કોરોનાકાળમાં નોકરી ગુમાવનારને બમણો ફાયદો મળશે
અગાઉ, સરકારે 24 માર્ચથી 31 ડિસેમ્બર 2020 સુધી બેકારી લાભ હેઠળ ચૂકવણી બમણી કરી હતી. બીજા શબ્દોમાં કહીએ તો, રોજગાર ગુમાવનારાઓને ત્રણ મહિનાના સરેરાશ પગારનો 50% લાભ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અગાઉ 25% હતી. વર્કર્સને લાભ આપવા માટે ESIC દ્વારા સંચાલિત અટલ વીમા કલ્યાણ યોજના 30 જૂન 2021 સુધી લંબાવી દેવામાં આવી છે.

યોજના શું છે?
આ યોજના અંતર્ગત જે લોકો બેરોજગાર હતા તેમને ભથ્થું આપવામાં આવ્યું હતું. બેરોજગાર વ્યક્તિ આ ભથ્થું 3 મહિના સુધી મેળવી શકે છે. કુલ 3 મહિના માટે સરેરાશ પગારના 50%નો ક્લેમ કરી શકે છે. અગા બેરોજગા હોવાના 90 દિવસ પછી તેનો લાભ મળતો હતો, જેને હવે ઘટાડીને 30 દિવસ કરવામાં આવ્યો છે.

21,000 રૂપિયા સુધીની સેલરી પર ફાયદો
ESIનો ફાયદો ખાનગી કંપનીઓ, ફેક્ટરીઓ અને કારખાનાઓમાં કામ કરતા કર્મચારીઓને મળે છે. તેના માટે ESI કાર્ડ બને છે. કર્મચારીઓ આ કાર્ડ અથવા કંપની તરફથી લાવેલા ડોક્યૂમેન્ટ્સના આધારે આ સ્કીમનો ફાયદો લઈ શકે છે. ESIનો લાભ એવા કર્મચારીઓને મળે છે, જેમની માસિક આવક 21 હજાર રૂપિયા અથવા તેથી ઓછી છે. જો કે, PWDના કિસ્સામાં આવકની મર્યાદા 25,000 રૂપિયા છે.

તમે યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકશો?
ESICના કર્મચારીઓ ESICની કોઈપણ બ્રાંચની મુલાકાત લઈને આ માટે અરજી કરી શકે છે. ત્યારબાદ ESIC દ્વારા અરજીની પુષ્ટિ કરવામાં આવશે અને જો તે યોગ્ય જણાશે તો રકમ સંબંધિત કર્મચારીના ખાતાંમાં જમા કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here