અત્યાચાર / દલિત મહિલા સાથે મિટિંગમાં કરવામાં આવ્યો એવો વ્યવહાર કે જાણીને માથું શરમથી ઝુકી જશે

0
40

તમિળનાડુના કુડ્ડલોરમાં એક ઘટના સામે આવી, જેને જોઈને સૌ કોઈ માથું શરમથી નમી ગયું.

પંચાયત પ્રમુખ અહીં બેઠક કરી રહ્યા હતા. આ સભામાં આવેલા લોકો માટે ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ અહીં માત્ર એક મહિલાને ખુરશી ઉપર  બેસાડવામાં આવી નહોતી. 

પંચાયત પ્રમુખ વિરુદ્ધ SC / ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો

આ દલિત મહિલા હોવાને કારણે તેને ખુરશી આપવામાં આવી નથી અને તેને અપમાનજનક રીતે નીચે બેસાડવામાં આવી હતી. આ બેઠકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે પંચાયત પ્રમુખ વિરુદ્ધ SC / ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.

કુડ્ડલોરમાં પંચાયત પ્રમુખની બેઠકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે સભામાં ભાગ લેવા આવેલા તમામ લોકોને ખુરશી આપવામાં આવી છે, પરંતુ દલિત જાતિની મહિલાને પંચાયત પ્રમુખે જમીન પર બેસવાનું કહ્યું હતું, જ્યારે ઘણી ખુરશીઓ ત્યાં ખાલી પડેલી હતી.

CPMએ પંચાયત પ્રમુખ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

આ વીડિયો વાયરલ થયા પછી CPMએ પંચાયત પ્રમુખ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. CPMની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે સુપ્રિમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989ના દુરૂપયોગને ધ્યાનમાં રાખીને 20 માર્ચ 2018ના રોજ તેની ઉપર પ્રતિબંધ મૂક્યો હતો.

આ કાયદા હેઠળ ફરિયાદ પરથી આપમેળે FIR અને ધરપકડની જોગવાઈ હતી. જો કે સંસદમાં સુપ્રીમ કોર્ટના આદેશને પલટવા માટે કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે SC / ST એક્ટના કેસોમાં આગોતરા જામીન માટેની જોગવાઈ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here