અનલોક 5 / કોરોના મહામારી વચ્ચે આ તારીખથી ખુલશે દિલ્હીનું અક્ષરધામ મંદિર, ગાઈડલાઈનમાં જાણો શું ખૂલશે અને શું રહેશે બંધ

0
36

કોરોના મહામારી વચ્ચે 13 ઓક્ટોબરથી દિલ્હીનું સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર ખૂલવા જઈ રહ્યું છે. સરકારી આદેશ અનુસાર કોરોનાની ગાઈડલાઈન સાથે જ મંદિરમાં સીમિત સંખ્યામાં સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન પ્રવેશ આપવામાં આવશે. મંદિરમાં મ્યૂઝિક ફાઉન્ટન ખુલ્લો રહેશે, જ્યારે એક્ઝિબિશન હોલ બંધ રહેશે.

  • 13 ઓક્ટોબરથી ખૂલશે દિલ્હીનું અક્ષરધામ મંદિર
  • ગાઈડલાઈનમાં જાણો શું ખૂલશે અને શું રહેશે બંધ
  • ગૃહમંત્રાલયે જાહેર કર્યા છે નિર્દેશ, નિયમનું પાલન જરૂરી

મંદિરમાં આ ગાઈડલાઈનનું કરવું પડશે પાલન

બંધ સ્થાનોમાં 200 વ્યક્તિની ક્ષમતાવાળી જગ્યાએ વધુમાં વધુ 50 ટકાને પરમિશન મળશે. મંદિરમાં પ્રવેશ કરતાં લોકોએ ફરજિયાત માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવું પડશે. આ સાથે જ હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ પણ અનિવાર્ય રહેશે. મંદિરમાં પ્રવેશતાં પહેલા લોકોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે. કોરોના સંકટ પહેલા સ્વામીનારાયણ અક્ષરધામ મંદિરમાં રોજ દિલ્હી-એનસીઆર, ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં હજારો લોકો આવતા હતા. 

આ છે મંદિરની ખાસિયત

અક્ષરધામ મંદિરને ગુલાબી, સફેદ આરસ અને બલુઆ પથ્થરથી બનાવવામાં આવ્યું છે. આ મંદિર બનાવવામાં સ્ટીલ, લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરને બનતાં આશરે 5 વર્ષ લાગ્યા હતા. શ્રીઅક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજના નેતૃત્વમાં આ મંદિરને બનાવવામાં આવ્યું હતું. 100 એકર જમીનમાં ફેલાયેલા મંદિરના નિર્માણમાં 11 હજાર કારીગરોએ યોગદાન આપ્યું હતું. મંદિરને પાંચ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here