અનુષ્કા પર ટિપ્પણી બાદ હવે IPL-13માં નિષ્ફળ ચાલી રહેલા કોહલીને લઇ ગાવસ્કરની ભવિષ્યવાણી

0
53

રૉયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની આ સીઝન અત્યાર સુધી કંઇ ખાસ રહી નથી. આઈપીએલની 13મી સીઝનમાં આરસીબીએ અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાંથી તેમને 2માં જીત મળી છે. આ ત્રણ મેચોમાં વિરાટે ફક્ત 18 રનનું યોગદાન આપ્યું છે. વિરાટે અત્યાર સુધી ત્રણ મેચોમાં 14, 1 અને 3 રન બનાવ્યા છે, પરંતુ તેની નજર હવે આગળની મેચો પર છે. વિરાટ કોહલીની આલોચનાની વચ્ચે સુનીલ ગાવસ્કરે આગામી મેચો માટે તેનો સપોર્ટ કર્યો છે.

આલોચકોને વિરાટ કોહલીની કાબિલિયત પર વિશ્વાસ 

ટૂર્નામેન્ટમાં ખરાબ શરૂઆત છતા પ્રશંસકો અને આલોચકોને વિરાટ કોહલીની કાબિલિયત પર વિશ્વાસ છે. તેમને વિશ્વાસ છે કે જલદી જ વિરાટના બેટથી રન નીકળશે. તે આઈપીએલ ઇતિહાસમાં અત્યાર સુધી 5430 રન બનાવવાની સાથે સૌથી વધારે રન બનાવનારો ખેલાડી છે. આઈપીએલ 2016માં તેણે 16 મેચમાં 81.08ની સરેરાશથી 973 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમના બેટથી 4 સદી નીકળી હતી.

 400-500 રન બનાવશે કોહલી

2020ની આઈપીએલમાં વિરાટ કોહલીની આવી શરૂઆતથી ફેન્સના મનમાં તેને લઇને આશંકા છે, તો પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીનો સપોર્ટ કર્યો છે. ગાવસ્કરે ભવિષ્યવાણી કરી છે કે તે આઈપીએલ 2020માં ઓછામાં ઓછા 400-500 રન બનાવશે. આ પહેલા સુનીલ ગાવસ્કરે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પર વાંધાજનક ટિપ્પણી કરવાને લઇને વિવાદનો સામનો કરવો પડ્યો હતો. હવે ગાવસ્કરે વિરાટ કોહલીના ફૉર્મને લઇને પોતાનું સમર્થન આપ્યું છે.

કોહલીના ક્લાસ વિશે સૌ જાણે છે

ગાવસ્કરે મુંબઈ ઇન્ડિયન્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગલોરની વચ્ચેની મેચમાં કૉમેન્ટ્રી દરમિયાન કહ્યું હતુ, “વિરાટ કોહલીના ક્લાસ વિશે દરેક જણ જાણે છે. જો તે ત્રણ મેચોમાં શાંત રહે છે તો એ પ્રકારનો બેટ્સમેન છે કે અંતમાં રન બનાવશે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here