- 9X લાઈટના સક્સેસ બાદ કંપની 10X લાઈટ લોન્ચ કરવા જઈ રહી છે
- પંચ હોલ કેમેરા સાથે ફોનનાં ગ્રીન અને પર્પલ કલર વેરિઅન્ટ લોન્ચ થઈ શકે છે
ચાઈનીઝ સ્માર્ટફોન મેકર ઑનર 10 નવેમ્બરે 10X લાઈટ સ્માર્ટફોન લોન્ચ કરશે. ફોનનું લોન્ચિંગ ડિજિટલ ઈવેન્ટમાં થશે. કંપનીએ ફોનની કિંમત અને સ્પેસિફિકેશન વિશે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી. એવું માનવામાં આવી રહ્યું છે કે 9X લાઈટના સક્સેસ બાદ કંપની 10X લાઈટ લોન્ચ કરી રહી છે. ઓફિશિયલ લોન્ચિંગ પહેલાં જ ફોનનાં કેટલાક સ્પેસિફિકેશન લીક થયાં છે.
કંપનીના ઈન્વાઈટ અનુસાર, 10X લાઈટને 10 નવેમ્બરે ભારતીય સમયાનુસાર સાંજે 6:30 વાગ્યે વર્ચ્યુઅલી ઈવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. કંપનીની ઓફિશિયલ સાઈટ પર ઈવેન્ટ લાઈવ જોઈ શકાશે. કંપનીની રશિયન વેબસાઈટ પ્રમાણે, ફોનમાં પંચ હોલ કેમેરા ડિઝાઈન મળશે. ફોનનાં ગ્રીન અને પર્પલ કલર વેરિઅન્ટ લોન્ચ થશે.
www.hihonor.com વેબસાઈટ પ્રમાણે, સાઉદી અરબમાં આ સ્માર્ટફોનની કિંમત SAR 799 (આશરે 15,900 રૂપિયા) છે. તેથી કહી શકાય કે ભારતમાં તેનાં 128GB વેરિઅન્ટની કિંમત 15 હજાર રૂપિયાથી ઓછી હોઈ શકે છે.
ઑનર 10X લાઈટનાં સ્પેસિફિકેશન (સંભવિત)
- લીક રિપોર્ટ પ્રમાણે, આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 બેઝ્ડ ઑનર મેજિક UI 3.1 ઓપરેટિંગ સિસ્ટમ પર રન કરશે.
- ફોનમાં 6.67 ઈંચની IPS બેઝ્ડ LCD ડિસ્પ્લે મળશે, જેનું રિઝોલ્યુશન 1080×2400 પિક્સલ હશે.
- ફોનમાં કિરીન 710A પ્રોસેસર સાથે 4GB રેમ અને 128GB ઓનબોર્ડ સ્ટોરેજ મળશે. ઈન્ટર્નલ સ્ટોરેજને માઈક્રો SD કાર્ડની મદદથી એક્સપાન્ડ કરી શકાય છે.
- ફોટોગ્રાફી માટે ફોનમાં ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળશે. તેમાં 48MPનો પ્રાઈમરી લેન્સ, 8MPનો અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ, 2MPનું મેક્રો શૂટર અને 2MPનું ડેપ્શ સેન્સર સામેલ છે
- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળશે.
- ફોનમાં 5,000mAhની બેટરી મળશે, જે 22.5 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે.
- કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લુટૂથ 5.1, 2.4 GHz Wi-Fi, LTE, 3.5mm હેડફોન જેક, USB ટાઈપ-C પોર્ટ જેવાં ઓપ્શન મળશે.