અભિનેત્રી સના ખાને મનોરંજન ઉદ્યોગને તિલાંજલિ આપી

0
36

-મારે હવે માનવતાની સેવા કરવી છે એવું કારણ આપ્યું

-સોશ્યલ મિડિયા પર લાંબી લચક પોસ્ટ મૂકી

મુંબઇ તા.10 ઓક્ટોબર 2020 શુક્રવાર

અભિનેત્રી સના ખાને મનોરંજન ઉદ્યોગને તિલાંજલિ આપવાની જાહેરાત કરી હતી. સોશ્યલ મિડિયા પર એણે એક લાંબી લચક પોસ્ટ મૂકી હતી જેમાં આ જાહેરાત કરી હતી.

સના ખાને લખ્યું હતું કે ભાઇઓ અને બહેનો, હું ઘણાં વરસોથી ફિલ્મ સૃષ્ટિમાં છું. મને જે સંપત્તિ, નામ અને લોકપ્રિયતા મળી છે એ માટે હું આપ સૌનો જાહેરમાં આભાર માનું છું. છેલ્લા થોડા સમયથી મને સતત એવું લાગી રહ્યું હતું કે આ દુનિયામાં આવવાનો મર્મ માત્ર પૈસા કે નામ કમાવાનો હોતો નથી. શું માણસની એ ફરજ નથી કે એ નિઃસહાય અને જરૂરતમંદ લોકોની મદદ કરે. ગમે ત્યારે મોત આવી શકે છે. મર્યા પછી માણસ શું કરી શકવાનો હતો. મારે હવે માનવતાની સેવા કરવી છે એટલે હું મનોરંજન ઉદ્યોગને તિલાંજલિ આપી રહી છું.

એણે વધુમાં લખ્યું કે મારા મનમાં જાગેલા સવાલોનો જવાબ મેં મારા ધર્મ પાસેથી સમજવાની કોશિશ કરી હતી. મને સમજાયું કે મૃત્યુ પછીની સ્થિતિને સુધારવા માટે જ આ જીવનમાં કશુંક કરવાનું હોય છે. માણસે પોતાને પેદા કરનારા સર્જનહારના આદેશ મુજબ જીવન ગુજારવું જોઇએ. એટલે હું હવે નવું જીવન શરૂ કરવાની છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here