અભિષક બચ્ચનની કારકિર્દીની ગાડી પાટા પર ચડી રહી છે

    0
    20

    જુનિયર બચ્ચન એક પછી એક પ્રોજેક્ટ કરતો જાય છે

    અભિષેક બચ્ચનને હાલ જે કામ મળી રહ્યું છે, તે લઇ રહ્યો છે. દેશમાં લોકડાઉન દરમિયાન ફિલ્મ નિર્માતા દિનેશ વિઝાનએ જુનિયર બચ્ચનને એક ફિલ્મ દસવી ઓફર કરી હતી, જેને તેણે સ્વીકારી લીધી છે. 

    સૂત્રના અનુસાર આ ફિલ્મ એક પોલિટિકલ ડ્રામા હશે જેમાં અભિષેક એક ભ્રષ્ટ રાજકીય નેતાનું પાત્ર નિભાવતો જોવા મળશે. આ ફિલ્મમાં જુનિયર બચ્ચન એક અભણ, લાલચી અને ભ્રષ્ટ રાજકારણીના પાત્રમાં જોવા મળશે જે મુખ્યમંત્રી બની જાય છે. આ રાજકારણીને જેલ પણ જવું પડે છે અને ત્યાં મહેનતના કામ કરવાથી બચવા માટે દસમા ધોરણની પરીક્ષા આપવાની તૈયારી કરી છે. આ દ્વારા અભિષેક શિક્ષણનું મહત્વ સમજાવશે.

    આ ફિલ્મમા યામી ગોતમ એક જેલરના પાત્રમાં જોવા મળશે. ઉપરાંત નિર્મતકોર અભિષેકની પત્નીની ભૂમિકા ભજવશે. આ ફિલ્મનું દિગ્દર્શન તુષાર જલોટા કરશે. 

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here