અમદાવાદની તોડબાજ પોલીસઃ કોલ સેન્ટરના સંચાલક પાસે કર્યો 65 લાખનો તોડ

0
119

ગુજરાતની પોલીસ તોડબાજી માટે જાણીતી છે. શનિવારે એસજી હાઈવે પર ઓનલાઈન આઈપીએલ મેચ પર સટ્ટો રમતા શખ્સોને ઝડપી લેવા માટે પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યુ છે.જેમાં કોઈ સટ્ટોડીયાને તો પોલીસ ન ઝડપી શકી પરંતુ કોલ સેન્ટરનો એક સંચાલક ઝડપાયો હતો. પોલીસ પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં તેમની પાસે ઘણી રકઝક કર્યા બાદ ૬૫ લાખનો તોડ કર્યો હતો. આૃર્યની વાત એ છે કે પોલીસે તોડ કર્યા બાદ તેને છોડી મૂક્યો હતો અને તેના બદલામાં બીજા બે શખ્સોને ઉઠાવી લાવીને તેના પર મેચના સટ્ટો કેસ કરી દીધો છે.

અમદાવાદના પોષ વિસ્તારમાં આવેલ એક પોલીસ મથકના પોલીસ કર્મીઓ બે દિવસ પહેલા સાંજે પાંચ વાગ્યે એસજી હાઇવે પર વાહન ચેકીંગ કરી રહ્યા હતા. દરમિયાન એક કારને પોલીસે ઉભી રાખીને ચકાસણી કરી હતી. કારમાંથી એક શખ્સ પાસેથી સાતથી આઠ મોબાઇલ મળી આવ્યા હતા. તેથી પોલીસે મોબાઇલની ચકાસણી કરતા કોલ સેન્ટરની વિગતો મળી  હતી. જેથી પોલીસે કાર સાથે આરોપીને પોલીસ મથકે લઇને આવ્યા હતા.

આ વાત જાણ્યા બાદ કોલ સેન્ટરના માલિકો પોલીસ મથકે દોડી આવ્યા હતા. જો કે, પીઆઇએ કેસ તો થશે જ તેવુ કહ્યું હતુ. બે કલાકની માથાકૂટ બાદ કોલ સેન્ટરના માલિકોએ પીઆઇને રૂ.૧૦ લાખની ઓફર કરી હતી. પરંતુ પીઆઇએ ફરિયાદ નોંધવાની ધમકી આપી હતી. જો ફરિયાદ નોંધાય તો અન્ય કોલ સેન્ટરના માલિકો સુધી રેલો આવે તેમ હોવાથી છેલ્લે રૂ. ૩૦ લાખની ઓફર કરી હતી. આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ થઈ હતી. જેથી ઉચ્ચ અધિકારીઓને ૫૦ લાખની ઓફર કરી હતી. આમછત્તા તેને સ્વીકારાઈ નહોતી. તેમજ  ફરિયાદ નોંધાવા આદેશ કર્યો હતો. જેથી કોલ સેન્ટરના માલિકો ગભરાયા હતા. આ તબક્કે ખુદ પીઆઇએ મધ્યસ્થી બનીને અંતે રૂ. ૬૫ લાખમાં પતાવટ કરી હતી. ત્યાર બાદ સમગ્ર કેસ પર પડદો પાડવા મોડી રાત્રે બે શખ્સો વિરૂદ્ધ ક્રિકેટ સટ્ટાની એક ફરિયાદ નોંધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here