અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટતા સરકાર હરકતમાં, DyCM નીતિન પટેલ કરશે રિવ્યુ બેઠક

0
82

દિવસે-દિવસે કોરોનાએ દેશભરમાં હાહાકાર મચાવી રાખ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં વધતા કોરોના કેસેને લઇને સરકાર હરકતામાં આવી છે. જેને લઇને આજે DyCM નીતિન પટેલ રિવ્યુ બેઠક કરશે. નીતિન પટેલ હોસ્પિટલમા સારવાર વ્યવસ્થા તેમજ બેડની સ્થિતિ અંગે સમીક્ષા કરશે.about:blank

સમગ્ર મામલે હાલ એક તરફ દિવાળીની ખરીદીને લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોરોનાના કેસમાં સખત વધારો થઇ રહ્યો છે. જેને પગલે આજે DyCM નીતિન પટેલ રિવ્યુ બેઠક કરશે. નીતિન પટેલ હોસ્પિટલમા સારવાર વ્યવસ્થા તેમજ બેડની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગની અખબારી યાદીમાં વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 6 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 1, સુરત કોર્પોરેશન 1, વડોદરા 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 6 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3803એ પહોંચ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here