અમદાવાદમાં ચાર સ્માર્ટ સ્કૂલ તૈયાર કરાઈ, 2.25 કરોડના ખર્ચે તૈયાર થઇ એક સ્કૂલ

0
36

અમદાવાદના કાંકરિયા બાદ હવે ઇન્દ્રપુરી પબ્લિક સ્કૂલ તથા એલીસબ્રીજ શાળા નંબર-12 તથા લીલાનગર પ્રાથમિક શાળા અત્યાધુનિક સુવિધાઓ સાથે સ્માર્ટ સ્કૂલ તરીકે આકાર પામી છે. હવે અમદાવાદમાં કુલ 4 સ્માર્ટ શાળાઓ કાર્યરત થઇ ચુકી છે. ગુગલ ફીચર ક્લાસ અને તેમાં આપવામાં આવેલી સુવિધા જ અહીં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અભ્યાસ માટે રોજ જવા મજબુર કરી દેશે.

સ્માર્ટ શાળાની પ્રાથમિકતા માત્ર વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવે અને અભ્યાસ કરે એટલે પૂર્ણ નથી થતો. અહીં શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકોને પણ સ્કુલ અને તેના થકી વિદ્યાર્થીઓને મળનારી સુવિધાઓથી ગર્વ થાય કેમકે અમદાવાદમાં અંદાજે 370 જેટલી મ્યુનીસીપલ કોર્પોરેશનની શાળાઓ હાલ કાર્યરત છે પરંતુ 4 સ્કુલ હવે ખાનગી સ્કૂલોને ટક્કર મારી રહી છે.

સ્કૂલોમાં હમેશા ફાયર સેફટીના સાધનો અને તેનો અભાવ જોવા મળે છે, રાજ્યની 50 ટકા શાળાઓમાં ફાયરના સાધનોનો અભાવ, CCTV કેમેરા, લોકરની સુવિધા, પ્રોજેક્ટર નજરે પડતા નથી પરંતુ આ સ્માર્ટ સ્કૂલમાં પ્રવેશતા જ તમામ વસ્તુઓની હાજરી ધ્યાન આકર્ષિત કરે છે. 

ગણિત, વિજ્ઞાન અને જુદી જુદી આધુનિક લેબ અ સ્માર્ટ સ્કુલની વિશેષતા છે. આ સ્માર્ટ સ્કુલમાં પ્રી એજ્યુકેશનલ કીટ, 3D એજ્યુકેશનલ ચાર્ટ, સાયન્સ અને મેથ્સ લેબ વિથ વર્કિંગ મોડેલ, ડિજિટલ પ્લેનેટોરીયમ, ફ્યુચર ક્લાસરૂમ, ફોલ્સ સીલીંગ, મલ્ટીપ્લે સ્ટેશન અને આઉટડોર રબર મેટ, ફ્રેન્સી બેન્ચીસો, ઇન્ડોર મેટ, CCTV કેમેરાથી લેસ, વ્હાઈટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ બાળકો માટે ઉપલબ્ધ કરાવાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here