કોરોનાના કારણે રાજ્યભરના મોટાભાગના ધાર્મિક સ્થળોને શરૂ કર્યાને ગણતરીના દિવસોમાં બંધ કરી દેવાયા છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલું પ્રસિદ્ધ કેમ્પ હનુમાન મંદિર કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં આવતા ભક્તો માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં એકપણ વખત હનુમાનદાદાના દર્શન પ્રાપ્ત કરી શક્યા નથી. બીજી તરફ ભક્તો દ્વારા પણ મંદિરને ખોલવા બાબતે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. જેથી આજે એક મહત્વપૂર્ણ અહેવાલ મળી રહ્યા છે. કેમ્પના હનુમાન મંદિરમાં ભક્તોને દર્શન માટે પ્રવેશને લઈ હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આગામી શનિવારથી હનુમાન મંદિરમાં ભક્તોને દર્શનનો લાભ મળે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.
અમદાવાદ કેમ્પ હનુમાન મંદિર ખોલવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ કેમ્પ હનુમાન મંદિરના ચેરિટી કમિશનરે મંદિર ખોલવાનો નિર્ણય કર્યો છે. મંદિર આર્મી કેન્ટોન્મેન્ટ ઝોનમાં હોવાથી મંજૂરી અપાઈ રહી નહોતી. પરંતુ મંદિર ટ્રસ્ટની આર્મી અધિકારી સાથે બેઠક થશે, અને આ બેઠકમાં પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આર્મીના પરવાનગી બાદ બે દિવસમાં મંદિર ખૂલશે તેવા સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર ભક્તો માટે હજુ પણ ખૂલી રહ્યું છે, કેમ્પ હનુમાન મંદિરના ચેરિટી ડ્રસ્ટ અને આર્મી વચ્ચે ફસાયું છે. ત્યારે ચેરિટી કમિશ્રનરે મંદિર ખોલવાનો તત્કાલ નિર્ણય લેવામાં આવ્યો છે. પણ મંદિર આર્મી કેન્ટોમેન્ટ ઝોનમાં હોવાથી ભક્તો માટે ખોલવાની પરવાનગી આપી રહી નથી. આજે મંદિર ટ્ર્સ્ટના સેક્રેટરીની બેઠક આર્મીના અધિકારીઓ સાથે થશે. આ બેઠકમાં પોલીસના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. જો મંદિર ખોલવાની પરવાનગી આર્મી આપશે તો બે દિવસમાં મંદિર ખોલવાની તૈયારી ટ્રસ્ટીઓએ બતાવી છે,
મંદિર કેમ્પસમાં એક જ સમયે માત્ર 200 લોકોને પ્રવેશ આપવામાં આવે તેવી રજુઆત પણ થઈ હતી જેમાં ટ્રસ્ટીઓ તરફથી અને આર્મી તરફથી સહમતિ મળી ગઈ છે જે બાબતે આર્મીના કેન્દ્રમાં ઉચ્ચ અધિકારીઓ તરફથી પરમિશનની રાહ જોવાઇ રહી છે. ભક્તોના દર્શન માટે મંદિર ટ્રસ્ટ તરફથી કોરોનાના ગાઈડલાઈનના પાલન માટેની પૂરતી તૈયારીઓ કરી દેવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેના માટે માર્કિંગ વગેરે કરી દેવામાં આવ્યું છે. થર્મલ ગનથી ચેકિંગ અને સેનેટાઈઝ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
મંદિરમાં દર્શન શરૂ થશે ત્યારથી ગાઈડલાઈન મુજબ મંદિરમાં બેસી કોઈ પાઠ નહિ કરી શકે માત્ર દર્શન જ કરી શકશે. એક સમયે કેમ્પસમાં 200 ભક્તો દર્શન કરી શકે અને તેમાંથી જેમ બહાર જતા જાય તેમ બીજા ભક્તોને પ્રવેશ મળે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી શકે છે. મંદિરની બહાર પણ ભીડ ન થાય તેના માટે પોલીસની મદદ લેવામાં આવશે અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ભક્તો દર્શન કરી શકે તેના માટે મંદિર તરફથી પૂરતી તૈયારીઓ છે.
ઉલ્લેખનીય છે કે કેમ્પ હનુમાન મંદિર શહેરનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. દર શનિવારે ભક્તોની મોટી ભીડ લાગતી હોય છે, પરંતુ કોરોનાને કારણે સરકારના આદેશ બાદ મંદિર બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભક્તો આ મંદિર ખૂલે તેની રાહ જોઈ રહ્યા હતા. ભક્તોની માગણી હતી કે રાજ્યનાં તમામ મંદિર ખૂલી ગયાં હોવા છતાં તેમના આસ્થાના કેન્દ્ર સમા આ મંદિરને પણ ખોલવામાં આવે.