અમદાવાદ રિવરફ્રન્ટ પર લોકોએ ફટાકડા ફોડ્યા

  0
  7

  કોરોના વાયરસના ટેન્શનને ઘડીકભર ભૂલીને લોકો દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત બન્યા છે. દેશભરમાં દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. રંગબેરંગી અને અવનવા ફટાકડા ફોડીને લોકો ઉજવણી કરી રહ્યા છે. ત્યારે અમદાવાદના આંગણે ફટાકડા ફોડવાનો લ્હાવો ખાસ બની રહ્યો હતો. 

  અનેક લોકો ફટાકડા ફોડવા માટે રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. અનેક પરિવાર અને મિત્રો સાથે મળીને લોકો રિવરફ્રન્ટ પર પહોંચ્યા હતા. જ્યાં લોકોએ ફટાકડા ફોડ્યા હતા. ત્યારે રિવરફ્રન્ટ પર આ નજારો ખાસ બની રહ્યો હતો. 

  લોકોએ ફટાકડા ફોડવાની સામૂહિક મજા લીધી હતી. નાના ભૂલકાઓ અને યુવાઓએ પણ આ મજા માણી હતી. જોકે, કોરોનાના કારણે શહેરમાં ફટાકડા ફૂટવાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here