અમદાવાદ રૂરલ SP ઓફિસના પહેલા માળેથી અટકાયતી આરોપી કૂદી પડયો

0
100

વિરમગામના વેપારી પાસેથી પૈસા પડાવવાનો હની ટ્રેપ કેસ

– એક આરોપીની પૂછપરછ ચાલતી હતી ત્યારે કૂદકો મારનાર સંજય હોસ્પિટલમાં

પોલીસને અઢી લાખના ચાંલ્લાની ચર્ચા

અમદાવાદ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં પહેલા માળેથી એક અટકાયતી આરોપીએ કૂદકો માર્યો હતો. અમદાવાદ એસ.ઓ.જીની ટીમ બે આરોપીને પકડી લાવી હતી અને એક આરોપીએ તમામ કેફીયત આપી દીધી હતી.

જ્યારે, બીજો આરોપીએ ગભરાટના કારણે પહેલા માળની લોબીમાંથી કૂદકો મારી દીધો હતો. પોલીસે આ આરોપીને ખાનગી હોસ્પિટલમાં ખસેડયો છે અને અઢી લાખનો ચાંલ્લો થયાની ચર્ચા છે. આ ગંભીર ઘટના અંગે અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવનો  સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો પણ સરકારી ફોન અનુત્તર રહ્યો હતો.

વિરમગામના વેપારીને ફેસબૂક જેવી સોશિયલ મિડિયા એપ્લિકેશનથી ફ્રેન્ડશીપ કરી હનીટ્રેપમાં ફસાવીને 2.45 લાખ પડાવવામાં આવ્યાં હતાં. કુલ છ આરોપીના નામ ખૂલ્યાં હતાં તે પૈકીના બે આરોપીને એસ.ઓ.જી.ની ટીમે પકડી પાડયા હતા.

ઈરફાન નામના આરોપીએ પૂછપરછમાં તમામ કેફીયત વર્ણવી દીધી હતી. ઈરફાન સાથે પકડાયેલા સંજય નામના આરોપીએ લઘુશંકા કરવા જવાની વાત કરી હતી. રવિવારે બનેલી ઘટનામાં, પહેલા માળે આવેલી લોબીમાંથી પસાર થઈ રહેલા સંજયે અચાનક જ પોલીસની નજર ચૂકવીને પહેલા માળેથી કૂદકો લગાવી દીધો હતો.

પોલીસ ઈલેક્ટ્રિક કરન્ટ આપશે તેવા ડરથી અને ગુનો કબૂલવો ન પડે તે માટે સંજય ભાગવા ઈચ્છતો હતો પણ બન્ને પગમાં ઈજા થતાં ફસડાઈ પડયો હતો. સૂત્રોમાં ચર્ચા છે કે, સંજયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે અને આરોપીએ રૂરલ એસ.પી. ઓફિસના પહેલા માળેથી કૂદકો માર્યાની ઘટના પ્રકાશમાં ન આવે તે માટે પોલીસને અઢી લાખનો ચાંલ્લો થયો છે.

જો કે, આ ચર્ચા બાબતે પોલીસ અિધકારીઓ મૌન ધારણ કરીને બેઠાં છે. જિલ્લા પોલીસ વડા યાદવનો સરકારી ફોન અનુત્તર આવતાં વાસ્તવિક તથ્યો સ્પષ્ટ થયાં નથી. જો કે, હની ટ્રેપના આરોપીએ કૂદકો મારતાં હોસ્પિટલમાં ખસેડાયાની વાતનો અન્ય અિધકારી સૂત્રોએ સ્વિકાર કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here