અમદાવાદ શહેરમાં 5311 જૂની ઈમારતોને રિડેવલપ કરાશે

0
24

– 10 સ્થળો પર નવા આવાસો બનાવવા નિર્ણય લેવાયો

શહેરના જર્જરીત મકાનોને નવા બનાવવા માટે રાજ્ય સરકારે વર્ષ 2016 માં રીવડેવલપીંગ ઓફ પબ્લીક હાઉસીંગ પોલીસી અમલમાં મૂકી હતી પરંતુ તેનો નક્કર અમલ થતો ન હતો પરંતુ 2018માં ઓઢવમાં શિવસ આવાસ ધરાશાયી થતા આ મામલે કામગીરી શઇ થઇ હતી. 

આખરે એએમસી 28 સ્થળો પર સર્વે હાથ ધરી વધુ જર્જરીત હોય અને તેના 60 ટકા રહેવાસીઓની સહમતી મળી હોય એવા 10 સ્થળો પર નવા આવાસો બનાવવાનું નક્કી કર્યુ છે. 

જે પૈકી બાપુનગર સોનારીયા બ્લોક, સુખરામનગર, ખોખરા, ગોમતીપુર, જમાલપુર, અમરાઇવાડી, સહીતના વિસ્તારોમાં આવેલા આવાસોનો સમાવેશ થાય છે મ્યુનીના  હાઉસિંગ વિભાગના એડિશનલ સિટી ઈજનેર હરપાલસિંહ ઝાલાએ કહ્યુ કે, રી-ડેવલમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારની મંજૂરી મળતા એએમસીના 28 પૈકી 12 સ્થળોના 5311 આવાસોને નવા બનાવવાનો નિર્ણય કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here