– વધુ ઠંડી માટે તૈયાર રહેવું પડશે
આ નવેમ્બર મહિનામાં સારી ઠંડી પડી રહી છે. જ્યારે કે ગત વર્ષે આ દિવસોમાં લઘુત્તમ તાપમાન 18-19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. નવેમ્બર મહિનામાં જ આ વર્ષે તાપમાન 14 ડિગ્રીથી વધુએ પહોંચી ગયું છે. ત્યારે ગુજરાતના તમામ જિલ્લાઓના લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે.
હવામાન ખાતાના અપડેટ મુજબ, અમદાવાદ સહિત જુદા જુદા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 14 થી 17 ડિગ્રી સુધી જઈ પહોંચ્યું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન વલસાડમાં 14 ડિગ્રી નોંધાયું છે. તો નલિયામાં 14.7 અને ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
વહેલી સવારે ઠંડક વધતા શહેરીજનો બાગ બગીચાઓમાં નજરે પડ્યા છે. બાગ બગીચાઓમાં યુવાનો કસરત કરતા દેખાયા, તો વૃદ્ધો મોર્નિંગ વોક કરતા નજરે ચઢ્યા હતા.