અમરેકાની યુનિવર્સિટીનો રિપોર્ટ: નેતાઓએ સુશાંતના કેસને રાજકીય રંગ આપ્યો

  0
  76

  સુશાંતસિંહ રાજપૂતના કેસમાં એમ્સના રિપોર્ટથી અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે, પરંતુ મિશિગન યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર આ કેસમાં રાજકીય સ્વાર્થ સાધવા રીતસર અફવાઓની આગને વધારે ભડકાવવામાં આવી હતી. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણી તેમજ મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણોના કારણે એક ચોક્કસ પક્ષ દ્વારા સોશિયલ મીડિયા પર એના માટે અભિયાન ચલાવાયું હતું.

  મિશિગન યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, એક ચોક્કસ પક્ષ અને કેટલીક ન્યૂઝ ચેનલો દ્વારા સુશાંતે આત્મહત્યા નહીં પરંતુ હત્યા થઈ હોવાનું લોકોના મનમાં ઠસાવવા માટે રીતસર પ્રયાસો કર્યા હતા. આ યુનિવર્સિટીના સંશોધકોએ ૧૪મી જૂને સુશાંતના નિધનથી ૧૨ સપ્ટેમ્બર દરમિયાનના સોશિયલ મીડિયા પરના કન્ટેન્ટનો અભ્યાસ કર્યો હતો.

  જેમાં જાણવા મળ્યું છે કે, અન્ય વિષયો કરતાં સુશાંતના પરના ટ્વિટ્સ વધુ રિટ્વિટ્સ થયા છે. ટીવી ચેનલો દ્વારા સતત આ વિશે આપવામાં આવેલા કવરેજના કારણે ટ્વિટ્સ અને રિટ્વિટ્સનું પ્રમાણ વધી ગયું હતું. આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, એક ચોક્કસ પક્ષ આ વિશે ચર્ચા કરવામાં વધારે આક્રમક હતો.

  [WP-STORY]

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here