અમરેલીના રાજુલામાં ગાડી સ્પીડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે GPPS કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા

  0
  16
  • પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

  અમરેલી જિલ્લાના રાજુલામાં ગઈકાલે મોડી રાત્રે સ્પીડમાં ગાડી ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ થતાં GPPS કંપનીના પ્રોજેક્ટ મેનેજરની હત્યા કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  હત્યા કરનાર આરોપી ઇજાગ્રસ્ત, સારવાર માટે ખસેડાયો
  રાજુલાના છતડીયા રોડ પર આવેલ દેવ રેસિડન્ટમાં મોડી રાત્રે GPPS કંપનીના પ્રોજેક્ટ મેનેજર શુભોદીપ સુજીત ભદ્રની હત્યા કરવામાં આવી હતી. ગાડી સ્પીડમાં ચલાવવા જેવી સામાન્ય બાબતે તકરાર થતાં આ હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં અન્ય 2 લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનામાં હત્યા કરનાર આરોપી પ્રદ્યુમનસિંહ ગોહિલને પણ ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

  રાજુલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
  ઘટનાની જાણ થતાં જ Dysp સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. આરોપી પ્રદ્યુમનસિંહ ગોહિલ રાજુલાનો રહેવાસી છે જેને હાલ મહુવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. જ્યારે પોલીસે મૃતકનો કબજો લઈને પીએમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here