અમિતાભ બચ્ચનની ઇમોશનલ વાત, સ્કૂલ ક્રિકેટ ટીમમાં મોકલવા માટે માતા પાસે બે રૂપિયા ન હતા

0
35

અમિતાભ બચ્ચન બોલિવૂડના મહાનાયક છે અને તેમણે માત્ર ફિલ્મો જ નહીં પરંતુ ટીવી પર પણ પ્રેક્ષકોને ખુશ કરી દીધા છે અને ફેન્સ તરફથી તેમને સારો આવકાર મળ્યો છે. હાલમાં તેઓ કૌન બનેગા કરોડપતિ ટીવી શો હોસ્ટ કરી રહ્યા છે. તાજેતરમાં આ શોમાં એક સ્પર્ધકે પોતાની આર્થિક તંગીની વાત કરી હતી. આ સાંભળીને બિગ બી ભાવુક બની ગયા હતા અને તેમણે પોતાના જીવનની આવી જ વાત કરી હતી.

માતાએ રૂપિયા આપવાનો કર્યો હતો ઈનકાર

આ શોમાં ભાગ લેનારા જય કુલશ્રેષ્ઠાએ તેમના બાળપણની વાત બચ્ચનને કહી હતી. તેમણે અમિતાભ બચ્ચનને કહ્યું હતું કે તેમને ભેળ ખાવી હતી અને તે સાત રૂપિયાની આવતી હતી પરંતુ તેમની માતાએ રૂપિયા આપવાનો ઇનકાર કરી દીધો હતો કેમ કે તેમની પાસે આટલા રૂપિયા ન હતા. જોકે માતાએ ગમે તેમ કરીને પાંચ રૂપિયા આપ્યા હતા. આ સાંભળીને અમિતાભ બચ્ચન ભાવવિભોર બની ગયા હતા. તેમણે પોતાની આવી જ વાત યાદ કરીને કહ્યું હતું કે જ્યારે તેઓ સ્કૂલમાં હતા ત્યારે ક્રિકેટ ટીમમાં રમવા માગતા હતા અને આ માટે એ જમાનામાં તેમને બે રૂપિયાની જરૂર હતી. બિગ બીએ કહ્યું કે મે ઘરે જઇને માતાને આ વાત કરી હતી પરંતુ તેમણે કહ્યું કે તેમની પાસે ક્રિકેટ ટીમમાં મોકલવા માટે બે રૂપિયા નથી. એ વખતે મને બે રૂપિયાની કિંમત સમજાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here