અમિતાભ બચ્ચનનો 11 ઓકટોબર રવિવારે 78મો જન્મદિવસ

0
87

– દર વરસની માફક બંગલા પાસે ભીડ જમા ન થાય માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે

૧૧મી ઓકટોબરે રવિવારે અમિતાભ બચ્ચનનો ૭૮મો જન્મદિવસ આવી રહ્યો છે. તે દિવસે દર વરસની માફક તેમના ઘરે ભીડ જમા ન થાય માટે કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. મુંબઇ પોલીસને આશંકા છે કે આ દિવસે અમિતાભના ઘરની સામે લોકોના ટોળા ભેગા થવાની શક્યતા છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તેમજ સોશિયલ ડિસ્ટસિંગ જળવાઇ રહે માટે પોલીસ પોતાની રીતે તૈયારી કરી રહી છે. 

મહાનાયક અમિતાભ બચ્ચન ૧૧ ઓકટોબર, રવિવારે ૭૮ વરસના થવાના છે. જોકે આ દિવસે તેમણે પોતાની બર્થ ડે પાર્ટી કરવાના નથી. તેમના પરિવારની નજીકની વ્યક્તિએ જણાવ્યું હતું કે, અમિતાભ હાલ કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને કોઇ ઊજવણી કરવાના નથી. તેઓ આ વખતે ફક્ત તેમના પરિવાર સાથે સમય પસાર કરશે તેમજ શૂટિંગ કરશે. તેમનો જન્મદિવસ આ વરસે એકદમ સાદાઇથી ઊજવવામાં આવશે. 

બિગ બીના દરજન્મદિવસે તેમના બંગલાની બહાર તેમના ચાહકોના ટોળા જોવા મળતા હોય છે. તેમજ અમિતાભ પણ તેમનું અભિવાદન તેમજ તેમનો આભાર બંગલાની બહાર આવીને કરતા હોય છે. જોકે આ વખતે અમિતાભ બહાર આવવાના નથી. 

હાલ અમિતાભ ટેલિવિઝન પર કેબીસીની ૧૨મી સીઝનને હોસ્ટ કરી રહ્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here