કેબીસી શોમાં બિગ બીના એક પ્રશ્રથી વિવાદ ઊભો થયો
અમિતાભ બચ્ચનએ તાજેતરમાં કૌન બનેગા કરોડપતિ-૧૨ દરમિયાન એક પ્રશ્ર પુછ્યો હતો, જેનાથી વિવાદ ઊભો થયો છે. લખનઊમાં અમિતાભ બચ્ચન અને કેબીસીના મેકર્સના વિરુદ્ધ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડવાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો છે.
કેબીસીના એક એપિસોડમાં સામાજિક કાર્યકર્તા બેજવાડા વિલ્સન અને એકટર અનૂપ સોનીએ ભાગ લીધો હતો. એ દરમિયાન એક પ્રશ્ર પુછવામાં આવ્યો હતો,૨૫ ડિસેમ્બર ૧૯૨૭માં ડો. આંબેડકર અને તેમના સમર્થકોએ ક્યા ધાર્મિક પુસ્તકની નકલો બાળી હતી. જેમાંના ઓપ્શન હતા, વિષ્ણુ પુરાણ, ભગવદ ગીતા, ઋગવેદ અને મનુસ્મૃતિ
આ સવાલનો ઉત્તર હતો, મનુસ્મૃતિ. આ પછી અમિતાભએ દર્શકોને જણાવ્યું હતું કે, ડો. આંબેડકરએ મનુસ્મૃતિની નિંદા કરી હતી અને તેની નકલો બાળી હતી.
બસ, આ પછી સોશિયલ મીડિયા પર આનો વિરોધ શરૂ થઇ ગયો છે. યુઝર્સનું કહેવું છે કે, આ પ્રશ્રના વિકલ્પમાં હિંદુ ધાર્મિક પુસ્તકોના જ નામ હતા,જે ખોટું છે. આ રીતે તેમણએ હિંદુઓની ભાવનાને દુભવી છે.