અમિતાભ ભાવુક થયા:પોલેન્ડમાં હરિવંશ રાય બચ્ચની મૂર્તિ આગળ દિવાળીનો દીવો પ્રગટાવવામાં આવ્યો, બિગ બીએ કહ્યું- સન્માનની વાત

0
49

દિવાળીના પ્રસંગે પોલેન્ડના વ્રોકલા શહેરના ચાર રસ્તા પર મૂકવામાં આવેલી કવિ હરિવંશ રાય બચ્ચનની મૂર્તિની પાસે દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. પિતાને મળેલાના આ સન્માની વાત અમિતાભે સોશિયલ મીડિયામાં આપી હતી. તેમણે ભાવુક થઈને કહ્યું હતું, ‘દિવાળી પર વ્રોકલામાં બાબુજીની પ્રતિમાની સામે દીવો પ્રગટાવીને તેમણે તેમને સન્માનિત કર્યા છે. ગૌરવ તથા સન્માનની વાત છે.’

દશેરા પર ચાર રસ્તાનું નામકરણ કરવામાં આવ્યું હતું
આ વર્ષે દશેરા પર બિગ બીની એક પોસ્ટમાં આ માહિતી આપવામાં આવી હતી કે વ્રોકલામાં બાબુજીના નામ પર ચાર રસ્તાનું નામ રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું, ‘વ્રોકલા, પોલેન્ડના સિટી કાઉન્સિલે એક ચાર રસ્તાનું નામ મારા પિતાના નામ પર રાખવાનો નિર્ણય લીધો છે. દશેરા પર આનાથી સારી કોઈ ગિફ્ટ હોઈ શકે નહીં. પરિવાર, વ્રોકલાના ભારતીય સમુદાય તથા ભારત માટે ગર્વની ક્ષણ. જય હિંદ.’

પોલેન્ડમાં પહેલા પણ હરિવંશ રાય બચ્ચનનું સન્માન કરવામાં આવ્યું હતું ગયા વર્ષે ડિસેમ્બરમાં પોલેન્ડના એક ચર્ચમાં ડૉ. હરિવંશ રાય બચ્ચન માટે પ્રાર્થના યોજવામાં આવી હતી. અહીંયાના લોકોનો પ્રેમ જોઈને બિગ બી ભાવુક થઈ ગયા હતા અને તેમણે પ્રાર્થનાની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

અમિતાભે પોતાની પોસ્ટમાં કહ્યું હતું, ‘યુરોપના સૌથી જૂના ચર્ચમાંથી એક. પોલેન્ડમાં બાબુજી માટે પ્રાર્થના યોજાઈ. દિલને સ્પર્શી જતી અને ભાવુક કરતી ક્ષણ. તેમની આત્માને શાંતિ તથા પ્રેમ મળ્યો હશે. આ સન્માન માટે બિશપ તથા પોલેન્ડની જનતાનો આભાર.’

તે સમયે બિગ બી પોતાની ફિલ્મ ‘ચેહરે’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મને રૂમી જાફરીએ ડિરેક્ટ કરી છે. આ દરમિયાન તેઓ ચર્ચમાં યોજાયેલી પ્રાર્થનામાં હાજર રહ્યા હતા.

પોલેન્ડના કોલેજના વિદ્યાર્થીઓએ મધુશાલાનું પઠન કર્યું હતું
આ વર્ષે જુલાઈમાં પોલેન્ડની એક કોલેજના વિદ્યાર્થીઓએ ડૉ. હરિવંશ રાય બચ્ચનની ‘મધુશાલા’નું પઠન કર્યું હતું. આનો વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાઈરલ થયો હતો.

બિગ બીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં શૅર કરીને કહ્યું હતું, ‘મારી આંખોમાંથી આંસુ વહેવવા લાગ્યા. વ્રોકલા, પોલેન્ડને યુનેસ્કો સિટી ઓફ લિટરેચરથી સન્માનિત કરવામાં આવ્યું છે. આજે તેમણે યુનિવર્સિટીના ટેરેસ પર બાબુજીની મધુશાલાનું પઠન કર્યું. તેમણે સંદેશો આપ્યો કે વ્રોકલા ડૉ. હરિવંશ રાય બચ્ચનનું શહેર છે. ‘

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here