અમેરિકામાં બેરોજગારોની સંખ્યા 40 લાખ પહોંચી ગઈ

0
28

અમેરિકામાં સપ્ટેમ્બરના મહિનામાં રોજગારીનો વૃદ્ધિ દર ધારણા કરતાં પણ વધારે ઓછો છે અને ૩૦૦,૦૦૦થી વધુ અમેરિકનોએ તેમની નોકરી કાયમી ગુમાવી છે. અમેરિકામાં ત્રીજી નવેમ્બરે પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણી લડી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની ફરી ચૂંટાઈ આવવાની શક્યતાઓ પર આ સ્થિતિની અસર થઈ શકે છે. આ સાથે જ અમેરિકામાં બેરોજગારોની સંખ્યા લગભગ ૪૦ લાખ પહોંચી ગઈ છે. રોજગારીના આંકડાઓ અને સ્થિતિને સારી રીતે સમજ્યા બાદ શ્રમ વિભાગે કોરોનાને કારણે આવેલી મંદીથી અર્થતંત્રને ઉગારવા માટે વધુ નાણાકીય સહાયની તાત્કાલિક જરૂર પર ખાસ ભાર મૂક્યો છે. આ મહામારી દરમિયાન ૨.૨૨ કરોડ લોકોએ નોકરી ગુમાવી હતી, જેમાંથી અડધાથી વધારે જ નોકરીઓ લોકોને પાછી મળી શકી છે.

ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેને અર્થતંત્રમાં અરાજકતા માટે કોરોનાને નિયંત્રિત કરવા અમેરિકન વહીવટીતંત્ર દ્વારા કરાએલી અણઘડ વ્યવસ્થાને જવાબદાર ગણાવી હતી. ન્યૂ યોર્કમાં આઈએનજી ખાતે મુખ્ય આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રી જેમ્સ નાઇટલીએ જણાવ્યું હતું કે, ‘આ રિપોર્ટથી ટ્રમ્પની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.’

સરકારનો અંદાજ છે કે, બેરોજગારીનો દર સપ્ટેમ્બરમાં લગભગ ૮.૩ ટકા રહ્યો હશે. ૩૮ લાખ લોકોએ તેમની નોકરી ગુમાવી હતી, આ સંખ્યામાં ઓગસ્ટથી ૩૪૫,૦૦૦નો વધારો થયો છે. લાંબા સમય સુધી બેરોજગાર રહેનારી વ્યક્તિઓની સંખ્યા વધી છે. જેમ કે, ૨૭ અઠવાડિયાં કરતાં વધારે સમય સુધી રોજગારની તકોથી વંચિત વ્યક્તિઓની સંખ્યા ૭૮૧,૦૦૦થી વધીને ૨૪ લાખ થઈ ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here