અમેરિકામાં 18 કલાક ઘરકામ કરાવનાર ભારતીય મહિલાને 15 વર્ષની જેલ

0
64

– ભારતમાંથી નોકરી માટે બોલાવી ગુલામી કરાવતી

– ધમકી આપી શર્મિષ્ઠા રજા વગર કામ કરાવતી અત્યાચાર ગુજારનાર પતિને પણ સજા થશે

અમેરિકા જેવા પ્રગતિશીલ દેશમાં નોકરો પાસે કલાકો સુધી ગુલામો જેવી નોકરી કરાવનાર ભારતીય મૂળની એક મહિલાને પંદર વર્ષની સજા ફટકારવામાં આવી હતી જ્યારે તેના પતિને પણ કોર્ટે દોષિત માની હવે પછી 22 ઓકોટબરે તેની સજા નક્કી કરાશે.

11 દિવસની કેસની કાર્યવાહીના અંતે ફેડરલ જ્યુરીએ શર્મિષ્ઠા બારાઇ અને તેના પતિ સતિષ બારાઇને ઘરના નોકરો પાસે ગુલામો જેવા કામ કરાવવા હોવાનું તારણ કાઢ્યું હતું. આ ભારતીય દંપતિ ધરેલુ નોકરોને ધમકી આપી તેમને માર મારી પરાણે 18 કલાક સુધી કામ કરાવતા અને આરામ માટે રજા પણ આપતા ન હતા.

તેમની સાથે અમાનવિય વર્તન કરવામાં આવતું હતું અને તેમનુ આત્મ સન્માન ઘવાતું હતું. આ લોકો આધુનિક માનવ તસ્કરો અને ગુલામોને વેચનાર છે, એમ ફેડરલ કોર્ટે સજા ફટકારતી વખતે કહ્યું હતું. કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજ અને પુરાવા મુજબ,ફેબુ્રઆરી 2014 અને ઓકોટોબર 2016 વચ્ચે  સતિષ અને શર્મિષ્ઠાએ કેલિફોર્નિયાના સ્ટોકટનમાં ધર કામ કરવા માટે વિદેશથી મજુરો બોલાવ્યા હતા.

ભારતના અખબારોમાં વિજ્ઞાપન આપી નોકરી માટે અમેરિકા બોલાવી તેમની સાથે ગુલામો જેવો વ્યવહાર કરાતો હતો. તેમને રજા અને આરામ આપ્યા સિવાય 18-18 કલાક સુધી મજુરી કરાવવામાં આવતી હતી. કોઇ નોકર રજા માગતો ત્યારે આ કઠોર દંપતિ તેને મારતી અને ખરાબ ગાળો બોલી ધમકી આપતા હતા.

[WP-STORY]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here