અમેરિકામાં 24 કલાકમાં કોરોનાના નવા એક લાખ કેસ, નવા ચૂંટાયેલા પ્રમુખે ઘણા પડકારો ઝીલવા પડશે

    0
    11

    એક બાજુ ચૂંટણીજ્વર અને બીજી બાજુ કોરોના

    એક તરફ વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને  બીજી બાજુ ડેમોક્રેટ ઉમેદવાર જો બાઇડન અમેરિકી પ્રમુખની ચૂંટણીના ટેન્શનમાં વ્યસ્ત છે ત્યારે બીજી બાજુ ગુરૂવારે સાંજ સુધીમાં એક જ દિવસમાં કોરોનાના એક લાખ નવા કેસ નોંધાયા હતા. 

    આ સપ્તાહના છેલ્લા બે દિવસમાં દરેક દિવસે એક એક લાખ નવા કેસ નોંધાતા રહ્યા હતા. પ્રમુખપદની ચૂંટણીના હો હામાં મિડિયાનું ધ્યાન પણ આ તરફ ઝાઝું ગયું લાગતું નહોતું. નિષ્ણાતો માટે આ વાત નવી નહોતી. છેક જૂનમાં જ્યારે કોરોનાના રોજના ચાલીસ હજાર નવા કેસ આવતા હતા ત્યારે અમેરિકાની નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ એલર્જી એન્ડ ઇન્ફેક્શ્યસ ડિસિઝ દ્વારા એવી ભવિષ્યવાણી કરવામાં આવી હતી કે આ રોગચાળાને કાબુમાં લાવવા તત્કાળ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો રોજના એેક લાખ કેસ આવી પડશે.

    અત્યારે એ ભવિષ્યવાણી સાચી પડી રહેલી જોઇ શકાતી હતી. અત્યાર અગાઉ કોરોનાના કારણે સવા બે લાખથી વધુ મૃત્યુ થઇ ચૂક્યા હતા. ધ ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલ મુજબ દેશની 1700થી વધુ કૉલેજો અને યુનિવર્સિટીઓમાં સવા બે લાખથી વધુ કોરોના કેસ નોંધાયેલા હતા. પચાસથી વધુ કેમ્પસ એવા હતા જ્યાં સરેરાશ એક એક હજાર નવા કેસ સામે આવ્યા હતા. ચારસો કૉલેજો એવી હતી જ્યાં સરેરાશ રોજના એકસો એકસો કેસ સામે આવતા હતા. એમાંના મોટા ભાગના કેસ એવા સમયે આવ્યા જ્યારે વિદ્યાર્થીઓ નવા સિમેસ્ટર માટે પાછા ફર્યા હતા. અત્યારે 53 હજારથી વધુ દર્દીઓ જુદી જુદી હૉસ્પિટલોમાં સારવાર હેઠળ હતા. 

    જ્હૉન હોપકિન્સ યુનિવર્સિટીના કહેવા મુજબ શુક્રવાર બપોર સુધીમાં અમેરિકામાં કોરોનાના 96 લાખ 78 હજાર કેસ નોંધાયા હતા અને બે લાખ 35 હજાર વ્યક્તિનાં મરણ થયાં હતાં.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here