અરીસો તમારો ચહેરો બતાવે પણ એનું સ્થાન તમારી આવક બતાવે, જાણી લો કઈ જગ્યાએ રાખવો

  0
  19

  અરીસાનું પણ એક અલગ મહત્વ છે. તેનાથી તમામ દોષો અને અશુભ પરિણામો દૂર કરી શકાય છે. એના માટે તમારે અરીસાનો એ રીતે ઉપયોગ કરવો પડે છે. માત્ર અરીસો જ નહીં પણ એવી બધી ચમકીલી વસતુઓ કે જેમાં માણસનું પ્રતિબિંબ દેખાતું હોય. તો જાણી લો કે તમારે શું કરવું પડશે.

  આજકાલ ઘર અને ઓફિસમાં ફ્લોર પર તેજસ્વી આરસ અથવા ગ્રેનાઇટનો ઉપયોગ થાય છે. તો અરીસો પણ એવી અસરો ઉત્પન્ન કરે છે. અને જેના કારણે જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવવા માટે ઈશાન વિસ્તાર સિવાય અન્ય બધી જ દિશામાં કે વિસ્તારમાં તમારે અરીસો રાખવો જોઈએ. પરંતુ ઉત્તર-પૂર્વનો માળ હંમેશાં ખુલ્લો રહેવો જરૂરી છે. આવું કરવાથી પરિવારના તમામ સભ્યોની આવક વધશે એવું કહેવામાં આવે છે.

  એ સિવાય વાત કરીએ તો અરીસાઓનો ઉપયોગ સકારાત્મકતા વધારવા અને નકારાત્મકતાને દૂર કરવા માટે થાય છે. તેથી રૂમમાં દરવાજાની અંદરની બાજુએ ક્યારેય અરીસા ન મૂકવો. પરંતુ દરવાજો ઉત્તર તરફ હોય તો દર્પણ અંદર રાખી શકાય છે. દિવાલો પરના અરીસાઓ દક્ષિણ-પશ્ચિમ અગ્નિ, હવા અને દક્ષિણ પશ્ચિમ દિશામાં અશુભ છે. તેથી જો કોઈ બિલ્ડિંગમાં આ દિશાઓમાં અરીસો હોય તો તે તરત જ હટાવી લેવો જોઈએ. જો શક્ય હોય તો, અરીસાને કાપડના ટુકડાથી ઢાંકી દો.

  આજકાલ વ્યાવસાયિક સ્થળો પર પણ અરીસાઓ મૂકવાની પરંપરા છે. તો એમાં પણ ઘણું જાણવા મળે છે. દુકાન અથવા શોરૂમમાં ઈશાન અને મધ્યમાં છત પર ક્યારેય અરીસો ન મૂકવો જોઈએ. બાકીના અન્ય ભાગોમાં અરીસાઓ લગાવો તો વાંધો નથી આવતો. આવું કરવાથી આવક વધે એવી શક્યતા છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here