લદ્દાખ (Ladakh)માં ભારતીય સેના (Indian Army)સામે ઘૂંટણિયે પડનાર ચીન (China) હવે પૂર્વોત્તર (North-East)માં તણાવ વધારવાનું કારણ શોધી રહ્યું છે. અરૂણાચલ પ્રદેશ (ArunachalPradesh) ને અડીને આવેલ સરહદ નજીક એરબેઝ (Airbase) અને રેલવે નેટવર્ક (Railway Network)નું વિસ્તરણ કર્યા બાદ જિનપિંગ (Xinping) પ્રશાસન એક નવો ડેમ (Dam) બાંધવાનું કામ કરી રહ્યું છે. આ ડેમ બ્રહ્મપુત્ર નદી (Brahmaputra River) પર બનાવાશે, જેને ચીનમાં યારલુંગ ત્સાંગ્પો (Yarlung Tsangpo) નામથી ઓળખાય છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ જાહેરાત કરી છે કે તેઓ બ્રહ્મપુત્ર નદીના નીચાણવાળા વિસ્તારમાં આ ડેમ બનાવશે જે ભારતની સરહદની નજીક છે.
ચીનનો નવો ડેમ વધારી શકે છે ભારતની ચિંતા
ચીન બ્રહ્મપુત્ર નદી પર જે નવો ડેમ બનાવાની યોજના બનાવી રહ્યું છે તે તેના થ્રી જ્યોર્જ ડેમની બરાબર હશે. જો કે હજુ સુધી આ પ્રોજેક્ટને લઇ ચીને કોઇ બજેટ રજૂકર્યું નથી. નિષ્ણાતોના મતે ચીનના આ નવા પ્રોજેક્ટથી ભારતની સાથે તેનો વિવાદ વધુ વધી શકે છે. ચીન અરૂણાચલ પ્રદેશને શરૂઆતથી જ માન્યતા આપવાનું ઇન્કાર કરી રહ્યું છે. એવામાં શકય છે કે ચીન આ ડેમનો ઉપયોગ પોતાના રણનીતિક ફાયદા માટે પણ કરે.
ચીની ડેમના લીધે જ દર વર્ષ જળ પ્રલય લાવે છે આ નદીઓ
બ્રહ્મપુત્ર નદી ચીનના કબ્જાવાળા તિબેટથી નીકળીને ભારતમાં અરૂણાટલ પ્રદેશના રસ્તે પ્રવેશ કરે છે. ત્યારબાદ આ નદી અસમથી થઇ બાંગ્લાદેશમાં જતી રહે છે. ચીનની સરકાર પહેલાં જ આ નદી પર લગભગ નાના-મોટા 11 ડેમ બાંધી ચૂકયું છે. તેના લીધે આ નદીનો પ્રવાહ પણ ઘણો અસમાન થઇ ગયો છે. સામાન્ય દિવસોમાં આ નદીમાં પાણીની માત્રા સામાન્ય રહે છે. જ્યારે વરસાદની સીઝનમાં ચીનના ડેમ ભરાયા બાદ પ્રવાહમાં આવતી તેજીના લીધે અસમ અને બાંગ્લાદેશને દર વર્ષે ભીષણ પૂરથી ઝઝૂમવું પડે છે.
બ્રહ્મપુત્રના પાણીથી પોતાના સૂકા ક્ષેત્રને સિંચાઇ પૂરું પાડે છે ચીન
ચીનની સરકાર શરૂઆતથી જ તિબેટને પોતાના વીજળી ઉત્પાદનનું એક મોટું ક્ષેત્ર માને છે. ચીનમાં હાલની કુલ નદીઓનો એક ચતુર્થાંશ હિસ્સો આ ક્ષેત્રમાં આવેલ છે. એવામાં ચીનની નજર અહીંની નદીઓના પાણીનો ભરપૂર ઉપયોગ કરવા પર કેન્દ્રિત છે. તે મોટા-મોટા ડેમ બાંધીને નદીઓના પ્રવાહને પ્રભાવિત કરે છે. આ સિવાય ચીન આ નદીના પાણીને પોતાના સૂકા અને વેરાન પડેલા વિસ્તારમાં સિંચાઇમાં પણ ઉપયોગ કરી રહ્યું છે.
બ્રહ્મપુત્ર પર 11 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ સંચાલિત કરી રહ્યું છે ચીન
છેલ્લાં એક દાયકાથી ચીન આ નદીની ઉપર કમ સે કમ 11 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેકટને સંચાલિત કરી રહ્યા છે. તેમાંથી સૌથી મોટા પ્રોજેક્ટનું નામ જંગમૂ છે. આ પ્રોજેક્ટ 2015થી પોતાની પૂરી ક્ષમતાની સાથે કામ કરી રહ્યું છે આ સિવાય તિબેટના બાયૂ, જીઇશી, લંગ્ટા, ડાકપા, નાંગ, ડેમો, નામચા અને મેટોક શહેરોમાં હાઇડ્રોપાવર સ્ટેશન બનાવી રહ્યું છે અથવા તો પછી પ્રસ્તાવિત છે.