અર્જુન બિજલાનીના પાંચ વરસના પુત્રને કોરોના થતા આઇસોલેટ થયો

0
50

– તેની પત્ની પણ કોરોના વાયરસના સપાટામાં આવી છે

કોરોના વાયરસ પોતાની પકડ ઢીલી નથી કરી રહ્યો. ઘણા સમયથી તેણે મનોરંજન ઉદ્યોગના લોકોને પણ લપેટમાં લીધા છે.  જેમાં સિરીયલ નાગિન અને ઇશ મેં મર જાવાના સ્ટાર અર્જુન બિજલાના પરિવાર પર કોરોના ત્રાટક્યો છે. 

અર્જુન બિજલાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને પોતાના પાંચ વર્ષીય પુત્રના સ્વાસ્થય વિશે જાણકારી આપી છે. તેણે પોસ્ટ કર્યું છે કે, મને જે ભય હતો તે જ થયું છે. મારી પત્ની પછી મારા પાંચ વર્ષીય પુત્ર અયનને પણ કોરોનાએ પોતાની ચપેટમાં લીધો છે. તે ારી પત્ની નેહા સાથે આઇસોલેટ થયો છે. મારી પત્ની કોરોના સામે ઝઝૂમી રહી છે તેવામાં અમને અમારા પુત્રની ચિંતા થઇ રહી છે. 

તેણ ેવધુમાં કહ્યું છે કે, મારો રિપોર્ટ હાલ તો નેગેટિવ આવ્યો છે. પરંતુ હું ભગવાનને પ્રાર્થના કરું છુ ંકે હું આ બીમારીના સપાટામાં ન આવું જેથી હું મારા પરિવારનું ધ્યાન રાખી શકું. 

તેણે લોકોને વિનંતી કરતા કહ્યું છે કે, તમે તમારું ધ્યાન રાખશો. તમને ખબર પણ નહીં પડે કે તમે ક્યારે  કોરોનાના સપાટામાં  આવી જશો.લોકો હાલ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છે, ત્યારે પોતાની વિશેષ કાળજી લેવાની જરૂર ે. કોરોના વાયરસના લક્ષણ એક સરખા દેખાતા નથી, લોકોમાં અલગ-અલગ લક્ષણ જોવા મળે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here