અર્થતંત્રને બુસ્ટર ડોઝ : 73,000 કરોડનું પેકેજ, કેશ વાઉચર, એડવાન્સથી રૂ. 36,000 કરોડની માગ વધવાનો અંદાજ

0
37

કેન્દ્રની સરકારી કર્મચારીઓને દિવાળીની ભેટ

એલટીસી એલાઉન્સ પેટે રૂ. 11,575 કરોડ, ફેસ્ટિવલ એડવાન્સ પેટે કર્મચારીઓને વ્યાજ મુક્ત રૂ. 10,000ની લોન અપાશે : રાજ્યોને 12000 કરોડની લોન, કેન્દ્ર વધારાના રૂ. 2,500 કરોડ વાપરશે

કોરોનાકાળમાં દેશમાં આગામી સપ્તાહે નવરાત્રીની શરૂઆત સાથે જ તહેવારોનો સમય શરૂ થઈ રહ્યો છે. કોરોના મહામારીના કારણે આૃર્થતંત્રને થયેલા નુકસાનમાં રોકાણને પ્રોત્સાહન આપવા અને ગ્રાહક માગ વધારવા કેન્દ્ર સરકારે સોમવારે રૂ. 73,000 કરોડના આિર્થક પેકેજની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારના કર્મચારીઓને એડવાન્સમાં ભથૃથાંની ચૂકવણી કરાશે તેમજ એલટીસી માટે આપવામાં આવતી રકમ રોકડમાં અપાશે. કેન્દ્ર સરકારે મે મહિનામાં રૂ. 20 લાખ કરોડના ‘આત્મનિર્ભર ભારત’ રાહત પેકેજ કરતાં આ પેકેજ અલગ રહેશે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને જણાવ્યું હતું કે, દિવાળીમાં માગને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકાર અને પીએસયુના કર્મચારીઓને એલટીસી એલાઉન્સ અને એડવાન્સ પેટે રૂ. 11,575 કરોડની રોકડ ચૂકવણી કરાશે.

જોકે, કર્મચારીઓએ આ રોકડ 31મી માર્ચ પહેલાં નોન-એશેન્શિયલ ગૂડ્સ પર ખર્ચ કરવાની રહેશે. વધુમાં રાજ્યને મૂડી ખર્ચ માટે 50 વર્ષની વ્યાજ મુક્ત લોન સ્વરૂપે અલગથી રૂ. 12,000 કરોડ અપાશે જ્યારે કેન્દ્ર સરકાર માર્ગ, સંરક્ષણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, જળ પુરવઠા અને શહેરી વિકાસ પર વધારાના રૂ. 2,500 કરોડનો ખર્ચ કરશે.

આ બધા જ પગલાં સાથે વધારાની રૂ. 73,000 કરોડની માગ ઊભી કરી શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણામંત્રી સિતારામનની જાહેરાતને આવકારી હતી અને કહ્યું હતું કે તહેવારોના સમયમાં આ જાહેરાતથી અર્થતંત્રને પ્રોત્સાહન મળશે.

નાણા પ્રધાન નિર્મલા સિતારમને સરકારી કર્મચારીઓને એલટીસીને બદલે કેશ વાઉચર અને 10,000 રૂપિયાની ફસ્ટિવલ એડવાન્સ રકમ આપવાની જાહેરાત કરી છે. દિવાળીના તહેવારોની સિઝનમાં માગ વધારવા અને અર્થતંત્રને વેગ આપવા માટે સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પ્રેસ

કોન્ફરન્સ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે એલટીસીને બદલે કર્મચારીઓને આપવામાં આવનાર કેશ વાઉચર ટેક્સ ફ્રી હશે. જો કે આ કેશ વાઉચરનો ઉપયોગ કર્મચારીઓએ 12 ટકા જીએસટી ધરાવતી વસ્તુઓ ખરીદવા માટે કરવો પડશે.આ શરતને કારણે કર્મચારીઓ આ વાઉચરની મદદથી ખાદ્ય વસ્તુઓ ખરીદી શકશે નહીં. 

કોરોનાને કારણે ટ્રાવેલ કરવું મુશ્કેલ હોવાથી એલટીસીને બદલે કેશ વાઉચર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ અને બેંકોને પણ પોતાના કર્મચારીઓને આ લાભ આપવો પડશે. 

આ ઉપરાંત કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને અધિકારીઓને ફેસ્ટિવલ એડવાન્સ પેટે 10,000 રૂપિયાની સેલેરી લોન આપવાની પણ જાગેરાત કરી છે. નાણા પ્રધાને દાવો કર્યો છે કે આ બંને નિર્ણયને કારણે કન્ઝ્યુમર ડિમાન્ડમાં 28,000 કરોડ રૂપિયાની વૃદ્ધિ થશે. ઉલ્લેખનીય છે કે અર્થતંત્રને વેગ આપવા માટે સરકારે આ અગાઉ મે મહિનામાં 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના લોકડાઉનને કારણે એપ્રિલથી જૂન કવાર્ટરમાં ભારતીય અર્થતંત્રમાં 23.9 ટકાનો ઘટાડો થયો છે. એલટીસીને બદલે કેશ વાઉચર મેળવનાર કર્મચારીઓએ ં ભાડાની રકમની ત્રણ ગણી રકમ અને લીવ એન્કેશમેન્ટની એક વખતની રકમથી 31 માર્ચ, 2021 સુધીમાં  12 ટકા જીએસટી ધરાવતી વસ્તુઓ કે સેવા ખરીદવી પડશે. 

સિતારમનના જણાવ્યા અનુસાર એલટીસી વાઉચર સ્કીમને કારણે 28,000 કરોડ રૂપિયા અને ફેસ્ટિલ એેડવાન્સ સ્કીમને કારણે 8000 કરોડ રૂપિયાની કન્ઝ્યુમર ડિમાન્ડનું સર્જન થશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવનારા મૂડી ખર્ચને પગલે વધુ 37,000 કરોડ રૂપિયાની ડિમાન્ડ વધશે. 

આ નિર્ણયને કારણે કેન્દ્ર સરકારની તિજોરી પર 5675 કરોડ રૂપિયાનો બોજ પડશે. બેંકો અને પીએસયુ પર આ નિર્ણયને કારણે 1900 કરોડ રૂપિયાનો બોજ પડશે. 10,000 રૂપિયાની ઇન્ટરેસ્ટ ફ્રી ફેસ્ટિવલ એડવાન્સ રકમ મહત્તમ 10 હપ્તામાં પરત કરવાની રહેશે.  રોડ, ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રચર, વોટર સપ્લાય,અર્બન ડેવલોપમેન્ટ માટે 25,000 કરોડ રૂપિયાનું વધારાનું બજેટ ફાળવવામાં આવશે.

રાજ્યોના જીએસટી વળતર અંગેની વધુ એક બેઠક અનિર્ણિત

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 12 ઓક્ટોબર, 2020, સોમવાર

રાજ્યોના વળતર અંગે મતભેદ પ્રવર્તી રહ્યાં છે પણ આ અંગે કોઇ ઝઘડો થયો નથી તેમ જીએસટી કાઉન્સિલની બેઠકના અંતે નાણા પ્રધાન નિર્મલા સિતારમને જણાવ્યું હતું. નાણા પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આજે યોજાયેલી જીએસટી કાઉન્સિલની 42મી બેઠકમાં િધરાણ, સેસ સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

જો કે આજની બેઠકમાં જીએસટીની આવકમાં રાજ્યોને થઇ રહેલા નુકસાન અંગે કોઇ સર્વસંમતિ સાધવામાં સફળતા મળી ન હતી.  નાણા પ્રધાનના જણાવ્યા અનુસાર 12 રાજ્યો કેન્દ્રે સૂચવેલા ઉકેલનો સ્વીકાર કર્યો છે જો કે આ અંગે હજુ સુધી સર્વસંમતિ સાધી શકાઇ નથી.

આ બેઠક દરમિયાન સિતારમને જણાવ્યું હતું કે રાજ્યોને જીએસટી વળતર ચૂકવવા માટે કેન્દ્ર િધરાણ ન લઇ શકે આ માટે રાજ્યોએ પોતે જ િધરાણ લેવું પડે. જીએસટી વળતર અંગે જીએસટી કાઉન્સિલની આજે સતત ત્રીજી બેઠક હતી. આ બેઠકમાં નિર્મલા સિતારમન ઉપરાંત નાણા મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુર, રાજ્યોના નાણા પ્રધાનો અને કેન્દ્ર સરકારના અિાૃધકારીઓ હાજર રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here