અલાયા ફર્નિચરવાલા સ્વ. બાળા સાહેબ ઠાકરેના પૌત્ર ઐશ્વર્યને ડેટ કરી રહી હોવાની ચર્ચા

0
69

– સ્મિતા ઠાકરેએ પુત્રના જન્મદિવસની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી

પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલાએ અભિનયમાં કારકિર્દી શરડ કરી દીધી છે. તેની પ્રથમ ફિલ્મ જવાની જાનેમન રિલીઝ થઇ ગઇ છે. જોકે બોક્સ ઓફિસ પર ફ્લોપ ગઇ હતી. પરંતુ અલાયાના  એકટિંગ અને ખૂબસૂરતીના બહુ વખાણ થયા હતા. હવે અલાયા ફરી ચર્ચામાં આવી છે. જોકે આ વખતે તે કોઇ ફિલ્મના કારણે નહીં પરંતુ તેના અંગત જીવનને લીધે છે. 

કહેવાય છે કે, અલાયા ઐશ્વર્ય નામના યુવકને ડેટ કરી રહી છે. ઐશ્વર્ય એ સ્વ. બાળા સાહેબનો પૌત્ર છે. તેણે હાલમાં જ પોતાનો જન્મ દિવસ દુબઇમાં સેલિબ્રેટ કર્યો છે. જે પાર્ટીમાં અલાયા ફર્નિચરવાળા પણ મોજૂદ હતો. 

વાસ્તવમાં સોશિયલ મીડિયા પર દુબઇમાં ઐશ્વર્યના જન્મદિવસની ઊજવણીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એશ્વર્ય કેકની સાથે ખુશમિજાજ મૂડમાં જોવા મળે છે. 

આ વીડિયોને એશ્વર્યની માતા સ્મિતા ઠાકરે એ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. જોકે તેમાં અલાયા તેમજ અન્યો જોવા મળી નથી રહ્યા. સ્મિતાએ પોતાની પોસ્ટના કેપ્શનમાં અલાયાનું નામ પણ ટેગ કર્યું છે. જે જોઇને સ્પષ્ટ થાય છે કે આ પાર્ટીમાં અલાયા પણ સામેલ હતી. 

તો બીજી બાજુ એશ્વર્યએ ઇન્સ્ટાગ્રામ પર પર એક તસવીર શેર કરી હતી, જેમાં હેપ્પી બર્થ ડેે એશ્વર્ય લખ્યું હતું. આ તસવીર સાથે એશ્વર્ય પોતાની મોમ સ્મિતા ઠાકરે અને અલાયાને ટેગ કરીને દિલની ઇમોજી બનાવી છે. 

આ પહેલી વખત નથી કે, એશ્વર્ય અને અલાયાનું નામ જોડાયું છે. લાંબા સમયથી આ બન્ને ખાસ મિત્રો છે. અલાયાની ફિલ્મની સ્પેશિયલ સ્ક્રિનિંગ વખતે પણ એશ્વર્ય ઠાકરે જોવા મળ્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here