અશ્વિને ‘માંકડિંગ’ અંગે ફિંચને આપી ચેતવણી, આઇપીએલમાંમોટો વિવાદ થતા અટકી ગયો, જુઓ વીડિયો

0
51

આઇપીએલમાં સોમવારે દુબઇમાં રમાયેલી સિઝનની 13ની મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મોટો વિવાદ થતા રહી ગયો હતો. દિલ્હીના બોલર રવિચંદ્રન અશ્વિને બેંગલોરના બેટ્સમેન એરોન ફિંચને ‘માંકડિંગ’ કરવાની ચેતવણી આપી હતી. ગઈ આઈપીએલ સિઝનમાં ‘માંકડિંગ’ને લઈને વિવાદ સર્જાયો હતો. કિંગ્સ ઇલેવન પંજાબના તત્કાલીન કેપ્ટન રવિચંદ્રન અશ્વિન રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન જોસ બટલરને ‘માંકડિંગ’ કરતાં  આ ઓફ સ્પિનર ચર્ચામાં રહ્યો હતો.

રવિચંદ્રન અશ્વિને આ વખતે આવું કર્યું નહીં

‘માંકડિંગ’ પ્રત્યે કડક વલણ ધરાવતા રવિચંદ્રન અશ્વિને આ વખતે આવું કર્યું નહીં. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ઇનિંગ્સની ત્રીજી ઓવરમાં અશ્વિને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ક્રિઝની બહાર નીકળવા અંગે એરોન ફિંચને ચેતવણી આપી હતી.

તેણે બોલથી વિકેટ ઉડાવી ન હતી

અશ્વિનના આ ઓવરનો ચોથો બોલ નાખતા પહેલા એરોન ફિંચને ક્રિઝમાંથી બહાર આવતો જોઈ અશ્વિન નોન-સ્ટ્રાઈકર એન્ડ તરફ વળ્યો હતો. જોકે, તેણે બોલથી વિકેટ ઉડાવી ન હતી. અશ્વિન આ વખતે બેટ્સમેન એરોન ફિંચને ચેતવણી આપવા માંગતો હતો. ‘ડગ આઉટ’માં બેઠેલા દિલ્હી કેપિટલ્સના કોચ રિકી પોન્ટિંગ અશ્વિનના ‘માંકડિંગ’ ન કરવાથી ઘણા ખુશ હતા.

મેચ બાદ અશ્વિને ટ્વીટ કર્યું – મને દોષ ના આપતા

હું સ્પષ્ટ કરી દઉં છું કે… 2020 માટે આ પ્રથમ અને અંતિમ ચેતવણી હતી. પછી મને દોષ ન આપતા. તેણે રિકી પોન્ટિંગ અને એરોન ફિંચને ટેગ કરતા લખ્યું હતું – અમે સારા મિત્રો છીએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here