આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લગાડનારા 4 જણની ધરપકડ : 38 લાખ રૂપિયાની માલમતા જપ્ત

    0
    9

    સોલાપુર અને કર્ણાટકમાં પોલીસની કાર્યવાહી

    આઇપીએલ  ટી-૨૦ ક્રિકેટ મેચ પર સટ્ટો લગાડનારી ટોળકીની સોલાપુર ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી હતી. આ ગુનાની મહત્વની કડી કર્ણાટક સાથે સંકળાયેલી હતી. પોલીસે  ચાર આરોપીને પકડીને ૩૮ લાખ ૪૪ હજાર રૃપિયાની માલમતા જપ્ત કરવામાં આવી હતી.

    સોલાપુરમાં અવંતી નગરમાં એક એપાર્ટમેન્ટમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો લગાડવામાં આવતો હોવાની માહિતી પોલીસને મળી હતી. તેમણે અહીં છાપો માર્યો હતો. ત્યારે ચેતન વન્નાલ (ઉ.વ.૨૬), વિઘ્નેશ ગાજૂલ (ઉ.વ.૨૪) સટ્ટાનો હિસાલ લખતા ઝડપાય ગયા હતા તેમણે આપેલી માહિતી પરથી સટ્ટો લગાડનારા માલિક અને પાર્ટનરની જાણ થઇ હતી.

    ત્યારબાદ કર્ણાટકના કલબુર્ગીનાં બસવેશ્વરનગરથી અતુલ શિર શેટ્ટી અને પ્રદીપ કારંજેવી ધરપકડ કરાય હતી. તેમની પાસેથી સટ્ટા માટેની ૩૮ લાખ ૪૪ હજાર રૃપિયાની હતી. એમાં બે વાહન, ૧૩ મોબાઇલ ફોન, હોટ લાઇન મશીન, લૅપટૉપ, ટીવી અને અન્ય સામગ્રીનો સમાવેશ છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here