આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થી શ્રીકાંત દાતાર હાર્વડ બિઝનેસમાં ડીન

0
35

-૧૧૨ વર્ષ જૂની સંસ્થાને સતત બીજા ભારતીય મૂળના ડીન મળશે

– હાવર્ડની ગણતરી જગતની સર્વોત્તમ બિઝનેસ સ્કૂલમાં થાય છે

જગતની સર્વોત્તમ બિઝનેસ સ્કૂલ હાવર્ડ બિઝનેસ સ્કૂલના ડીન તરીકેે ભારતીય મૂળના શ્રીકાંત દાતારની નિમણુંક થઈ છે. શ્રીકાંત દાતાર ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) અમદાવાદમાં ભણી ચૂક્યા છે. તેઓ ૨૦૨૧ની પહેલી જાન્યુઆરીથી પદભાર સંભાળશે. અત્યારે પણ તેના ડીન તરીકેે ભારતીય મૂળના નિતિન નોહરિયા છે. ૨૦૧૦થી તેઓ આ જવાબદારી સંભાળી રહ્યા છે. હાવર્ડ બિઝનેસ સ્કૂલ એ અમેરિકાના બોસ્ટનમાં આવેલી જગવિખ્યાત હાવર્ડ યુનિવર્સિટીની જ સ્કૂલ છે.

૧૧૨ વર્ષ પુરાણી સંસ્થાને સતત બીજી વખત ભારતીય મૂળના ડીન મળશે. સ્કૂલના પ્રેસિડેન્ટ લેરી બાકોએ કહ્યુ હતુ કે છેલ્લા ૨૫ વર્ષથી શ્રીકાંત અહીં કામ કરી રહ્યા છે અને તેમની કામગીરી હંમેશા પ્રસંશનિય રહી છે. તેમનામાં લિડરશિપના તમામ ગુણો છે. એટલે ભવિષ્યની પેઢીને તેઓ વધુ સારી રીતે તૈયાર કરી શકશે એ વાતમાં કોઈ શંકા નથી. ૧૯૮૬માં તેઓ હાવર્ડ બિઝનેસમાં જોડાયા હતા અને ત્યારથી આસિસ્ટન્ટ ડીન સહિતના અનેક રોલ ભજવતા આવ્યા છે. ૨૦૧૫થી તેઓ હાવર્ડ ઈનોવેશન લેબના ચેર ઓફ ફેકલ્ટી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here