આક્ષેપ / તાપસી પન્નુનો મિડીયા પર કટાક્ષ કહ્યું, થિયેટર્સ બંધ છે તો ન્યૂઝ ચેનલ્સવાળા મનોરંજન કરે છે

0
49

તાપસી પન્નુએ ન્યૂઝ ચેનલ પર કટાક્ષ કર્યો છે. તેણે કહ્યું કે તેમણે રિયલ ન્યૂઝ દેખાડવા જોઈએ.

  • તાપસી પન્નુએ મિડીયા પર કર્યો કટાક્ષ
  • એક્ટર્સની જગ્યાએ મિડીયા કરે છે એન્ટરટેઇન
  • ફિલ્મ કચ્છની એક યુવતી પર આધારિત

તાપસી પન્નુ નવેમ્બરમાં ‘રશ્મિ રોકેટ’નું શૂટિંગ શરૂ કરવાની છે. આકર્ષ ખુરાનાના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મ કચ્છની એક યુવતી પર આધારિત છે, જે પોતાની લગન અને સખત મહેનતથી એથ્લીટ બને છે. ‘રશ્મિ રોકેટ’માં તાપસીના હસબન્ડની ભૂમિકામાં પ્રિયાંશુ પૈનીયુલી જોવા મળશે. પોતાના કેરેક્ટરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તાપસીએ કેપ્શન આપ્યું હતું કે ‘ફરી કામ શરૂ કરીશું. એક સમયે એક જ છલાંગ. ‘રશ્મિ રોકેટ’નું શૂટિંગ આ વર્ષે નવેમ્બરથી શરૂ કરીશું.’

કોઈ ચેનલનું નામ લીધા વગર તાપસીએ જણાવ્યું હતું કે થિયેટર્સ બંધ છે એથી ઍક્ટર્સના બદલામાં તેઓ લોકોનું મનોરંજન કરી રહ્યા છે, જોકે સરકારે હવે 50 ટકા કેપેસિટી સાથે થિયેટર્સ શરૂ કરવા કહ્યું છે. 

હવે જ્યારે થિયેટર્સ 50 ટકા કેપેસિટી સાથે શરૂ થઈ રહ્યાં છે તો ન્યૂઝ ચેનલે પણ રિયલ ન્યૂઝ પર 50 ટકા ધ્યાન આપવું જોઈએ. તમારો આભાર કે તમે ઘણા સમયથી અમારા બદલે લોકોને મનોરંજન આપી રહ્યા છો. હવે અમે લોકોને મનોરંજન આપીશું.’

તાપસી પન્નુ નવેમ્બરમાં ‘રશ્મિ રોકેટ’નું શૂટિંગ શરૂ કરવાની છે. આકર્ષ ખુરાનાના ડિરેક્શનમાં બનતી આ ફિલ્મ કચ્છની એક યુવતી પર આધારિત છે, જે પોતાની લગન અને સખત મહેનતથી એથ્લીટ બને છે. ‘રશ્મિ રોકેટ’માં તાપસીના હસબન્ડની ભૂમિકામાં પ્રિયાંશુ પૈનીયુલી જોવા મળશે. પોતાના કેરેક્ટરનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને તાપસીએ કેપ્શન આપ્યું હતું કે ‘ફરી કામ શરૂ કરીશું. એક સમયે એક જ છલાંગ. ‘રશ્મિ રોકેટ’નું શૂટિંગ આ વર્ષે નવેમ્બરથી શરૂ કરીશું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here