આખરે કોણ બનશે મિર્ઝાપુરનો શાસક? આટલા નવા પાત્રો સાથે મિર્ઝાપુર-2નું ધમાકેદાર ટ્રેલર રીલિઝ

0
82

ચાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ વેબ સિરીઝ હવે આવવાની છે અને ચાહકોની રાહનો અંત આવ્યો છે. એમેઝોન પ્રાઇમ દ્વારા મિર્ઝાપુર-2નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સીરિઝના ટ્રેલરને જોઈને તમે કહેશો કે રાહ જોઈ એ પ્રમાણે ફળ મીંઠુ મળ્યું. ટ્રેલરમાં પ્રતિશોધ, કાવતરું, લોહીલુહાણ, ચીટિંગ જેવા બધા મનોરંજન ડોજ છે. આ સીરિઝ ધમાકેદાર હશે એની ગેરંટી ટ્રેલરથી જ મળી જાય છે. જો કે હવે જોવાનું એ રહ્યું કે આ શો પ્રેક્ષકોની અપેક્ષાઓને પૂર્ણ કરે છે કે કેમ?

આ વખતે જોવા મળશે આ નવા કિરદારો

મિર્ઝાપુરની સીઝન 1માં, પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ, શ્વેતા ત્રિપાઠી શર્મા, વિક્રાંત મૈસી, શ્રિયા પિલગાંવકર, રસિકા દુગ્ગલ, હર્ષ શેખર ગૌડ, અમિત સીઆલ, અંજુમ શર્મા, શીબા ચડ્ડા, મનુ ઋષિ ચડ્ઢા અને રાજેશ તૈલાંગ મુખ્ય પાત્ર ભજવતા હતા. તેમની વાર્તાને મિર્ઝાપુર-2માં હવે આગળ ધપાવી દેવામાં આવી છે જેમાં કેટલાક જૂના પાત્રો હવે શોમાં નથી રહ્યા. સાથે કેટલાક નવા પાત્રો ઉમેરવામાં પણ આવ્યા છે. આ વખતે, મિરઝાપુર-2માં વિજય વર્મા, પ્રિયાંશુ પેંદૌલી અને ઇશા તલવાર પણ મનોરંજનનો ડોજ આપતા જોવા મળશે.

ટ્રેલરમાં સીરિઝના ચાર મુખ્ય પાત્રો કાલિન ભૈયા, મુન્ના, ગુડ્ડુ, ગોલુ અને અન્ય પાત્રોની ઝલક બતાવવામાં આવી છે. મુન્નાએ આ વખતે મિર્ઝાપુરની ગાદી પર બેસવાનું મન બનાવી લીધું છે. તેણે એક નવો નિયમ શોધ્યો, જે મુજબ જે વ્યક્તિ સિંહાસન પર બેસે છે તે કોઈપણ સમયે નિયમો બદલી શકે છે. તે જ સમયે ગુડ્ડુ અને ગોલુ વચ્ચે એવું વેર છે કે તે અગ્નિમાં બળી રહ્યા છે. ગુડ્ડુ શત્રુને મોતને ઘાટ ઉતારવા માટે એકવાર પણ વિચારતો નથી. તે દુશ્મનને દુખદાયક મૃત્યુ આપવા માટે જાણીતો છે. ગોલુ સાથે મળીને તે પોતાના દુશ્મનોને ખતમ કરવા માટે નીકળી પડે છે, પરંતુ ફક્ત બદલો લઈને તેમનું મન શાંત નથી થતું. તેને વેર સાથે સાથે મિર્ઝાપુરનું સિંહાસન પણ જોઈએ છે.

શું આ વખતે કાલીન ભૈયાને પોતાના જ પુત્રના હાથે દગો મળશે? શું ગુડ્ડુ અને ગોલુ પોતાનું ધ્યેય પૂર્ણ કરી શકશે? શું મુન્ના મિર્ઝાપુરની ગાદીનો નવો હકદાર બનશે? આખરે કોણ બનશે મિર્ઝાપુરનો શાસક? વાર્તામાં નવા પાત્રની ભૂમિકા શું છે અને તે વાર્તાને કેવી રીતે આગળ વધારશે? ઉલ્લેખનીય છે કે મિર્ઝાપુર-2 આ મહિને 23 ઓક્ટોબરના રોજ એમેઝોન પ્રાઇમ પર રજૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here