આગામી વર્ષે 87% કંપનીઓ કર્મચારીઓને આપશે ઇન્ક્રિમેન્ટ, જો કે વૃધ્ધીની અપેક્ષા નહીવત

  0
  10

  કોરોના સંકટથી ચિતિંત ભારતીય કર્મચારીઓને આગામી વર્ષે રાહત મળી શકે છે, વર્ષ 2021માં લગભગ 87 ટકા ભારતીય કંપનીઓ પોતાના કર્મચારીઓનાં વેતનમાં વધારો કરશે અને સરેરાસ 7.3 ટકાનું ઇન્ક્રીમેન્ટ મળી શકે છે, એક સર્વેમાં આ  દાવો  કરાયો છે. 

  અત્રે ઉલ્લેખનિય છે કે આ વર્ષે કોરોનાનાં  કારણે મોટા પ્રમાણમાં કેપનીઓની કર્મચારીઓની છટણી કરી છે, અને વેતનમાં ઘટાડો કરવામાં આવી છે, જો કે જે કંપનીઓએ વેતનમાં વધારો કર્યા છે તેમણે સરેરાસ 6.1 ટકાનું ઇન્ક્રિમેન્ટ આપ્યું છે.

  આ માહિતી પ્રોફેશનલ સર્વિસિસ કંપની Aonનાં સેલેરી ટ્રેન્ડ સર્વે દ્વારા બહાર આવી છે. આ સર્વેમાં 20 ઉદ્યોગ ક્ષેત્રની લગભગ 1050 કંપનીઓ પાસેથી ડેટા લેવામાં આવ્યો હતો. સર્વેક્ષણ કરાયેલ લગભગ 13 ટકા કંપનીઓએ કહ્યું છે કે તેઓ 2021 માં પગારમાં વધારો નહીં કરે.

  આ વર્ષે, 2020 માં, 28 ટકા કંપનીઓએ તેમના કર્મચારીઓનાં પગારમાં 8 થી 10 ટકાનો વધારો કર્યો છે. તે જ પ્રકારે, 16 ટકા કંપનીઓએ આ વર્ષે પગારમાં 10 ટકાથી વધુંનો વધારો કર્યો છે.

  આગામી વર્ષે આટલો વધારો થશે

  સર્વેક્ષણમાં 32 ટકા કંપનીઓએ કહ્યું છે કે તે  2021 માં કર્મચારીઓના પગારમાં  8 થી 10 ટકાનો વધારો કરશે. એ જ રીતે, 15 ટકા કંપનીઓએ કહ્યું કે તેઓ આવતા વર્ષમાં એટલે કે 2021 માં કર્મચારીઓના પગારમાં લગભગ 10 ટકાનો વધારો કરશે.

  સર્વે પ્રમાણે કોરોના પ્રકોપ વધ્યો તે પહેલા જ ઘણી કંપનીઓએ ઇન્ક્રીમેન્ટ કરી આપ્યું હતું, તો તે આગામી વર્ષે કર્મચારીઓનાં પગારમાં ઓછી વૃધ્ધી કરશે, એટલા માટે સર્વેમાં સામેલ 33 ટકા કંપનીઓએ કહ્યું કે વર્ષ 2021માં તે 2020ની તુલનામાં ઓછું ઇન્ક્રીમેન્ટ આપશે, આ પ્રકારે ઘણા સેક્ટરમાં સુધારા છતા કર્મચારીઓનાં વેતનમાં વૃધ્ધી પ્રાપ્ત કરવાની આશા નહીં કરી શકે છે.

  Aonનાં ડાયરેક્ટર નવનિત રત્તને કહ્યું નાણાકિય વર્ષ 2020માં સૌથી વધુ કંપનીઓએ 7થી 10 ટકાની વેતન વૃધ્ધી કરી હતી, જ્યારે નાણાકિય વર્ષ 2021માં માત્ર 5થી 10 ટકાની વૃધ્ધી થઇ છે, એટલે કે આ હિસાબે જોઇએ તો સેલેરી ઇન્ક્રીમેન્ટમાં ઘટાડો થયો છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here