આજથી ગુજરાતમાં જાણો કયા નાના-મોટા ઝૂ, પાર્ક ખુલશે, અમદાવાદીઓની ફેવરિટ જગ્યાના દ્વાર આજથી ખુલ્લા

0
63

કોરોના મહામારીમાં બંધ થયેલા રાજ્યના તમામ ઝૂ અને પાર્ક આજથી લોકો માટે ખોલી નાંખવામાં આવ્યા છે. અમદાવાદીઓની મનપસંદની જગ્યા એટલે કાંકરિયા ઝૂ આજથી ખોલી નાંખવામાં આવશે. આ સિવાય ગીરનો દેવળિયા પાર્ક, જૂનાગઢનું શક્કરબાગ ઝૂ, નર્મદાનો સફારી પાર્ક આથી લોકો માટે ખોલી નાંખવામાં આવ્યા છે. પરંતુ કોરોના મહામારીના કારણે સરકારે બનાવેલી ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.

અમદાવાદીઓ આજે ખુશખબર મળી રહ્યા છે. કોરોના વાયરસનાં સંક્રમણને કારણે 17 માર્ચથી કાંકરિયા બંધ કરવામાં આવ્યું હતું. ત્યારે આજથી અમદાવાદનું કાંકરિયાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજથી (1 ઓક્ટોબર)થી અમદાવાદનું કાંકરિયા ઝૂ, પાર્ક ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કાંકરિયાના 7 પૈકી 2 ગેટ ખોલવામાં આવશે. કોરોના ગાઈડલાઈન પ્રમાણે તમામ ગેટ ખોલવાનો નિર્ણય કરાયો નથી, પરંતુ 2 ગેટ ખોલીને મર્યાદિત સંખ્યામાં મુલાકાતીઓને પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો છે. સોશિયલ ડિસ્ટર્ન્સ જાળવવા માટે સર્કલ દોરાશે.

કોરોના મહામારીના કારણે શહેરનું કાંકરિયા બંધ કરવામાં આવ્યું હતું, અને આજથી કાંકરિયા ઝુ લોકો માટે ખોલી નાંખવામાં આવ્યું છે. એએમસી દ્વારા અમદાવાદના કાંકરિયાના 7 ગેટ માંથી 2 ગેટ ખોલવામાં આવશે. મુલાક્તિઓ વચ્ચે અંતર રહે તે માટે ટિકિક બારી પર સર્કલ દોરવામાં આવશે, અને મુલાકાતીઓએ સર્કલમાં રહીને ટિકીટ લઈને કાંકરિયાની મઝા માણવાની રહેશે. જો મુલાક્તિઓની સંખ્યા વધશે તો નિયંતિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે.

આજથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય, બટર ફ્લાય ગાર્ડ સહિતની જગ્યાઓ પબ્લિક માટે ખોલી નાંખવામાં આવી છે. પરંતુ લેકફ્રન્ટમાં નાસ્તાના સ્ટોલ અને પાણીમાં અન્ય એમ્યુઝમેન્ટ હમણાં ચાલુ નહીં થાય. કિડઝ ઝોન સહિતના અન્ય તમામ આકર્ષણો પણ હજુ બંધ જ રહેશે. જોકે, અહીં આવનાર તમામને માસ્ક વગર અંદર આવવા દેવામાં નહીં આવે. કાંકરિયામાં કામ કરતા સ્ટાફનાં પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે.

આજથી દેવળિયા લાઈન સફારી પાર્ક શરૂ થઈ ગયો છે. કોરોના કાળ દરમિયાન બંધ થયેલ પાર્ક શરૂ કરી દેવામાં આવ્યો છે. પ્રથમ દિવસે જ પાંચ જિપ્સી દેવળીયા રવાના થઈ છે. કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે આજથી શરૂઆત કરવામાં આવી છે. દસ વર્ષથી નાના બાળકો અને 65 વર્ષથી ઉપરનાને એન્ટ્રી નથી.

કાંકરિયાનો ઈતિહાસ

અત્રે ઉલ્લેખનીય છે કે, અંદાજે 2.5 કિલોમીટરની આસપાસનો ઐતિહાસિક કાંકરિયા તળાવ અમદાવાદની લગભગ 500 વર્ષથી ઓળખની ઓળખ છે. નાગિનાવાડી નામની એક ટાપુની બગીચોની આસપાસ ઐતિહાસિક તળાવ અમદાવાદના લોકો માટે સદાબહાર સફર સ્થળ છે. નજીકના ઝૂ, બાલવાટિકા, એક્વેરિયમ અને આસપાસનાં પર્વતીય બગીચાઓ સાથે, તે એક સંપૂર્ણ મનોરંજન કેન્દ્ર ઓફર કરે છે.

આ ઉપરાંત 12.5 લાખ મુલાકાતીઓ અને બાળકોએ ‘અટલ એક્સપ્રેસ’ ના મિની ટ્રેનનો આનંદ લીધો હતો. તહેવારો, નાના મેળાવડા, શૈક્ષણિક પ્રવાસો, જોગિંગ, અનૌપચારિક મીટિંગ્સ, પીકનીક્સ વગેરે અર્થપૂર્ણ રીતે યુવાન પેઢીને આકર્ષવા માટે કાંકરિયાનો નવો ચહેરો બની ગયો છે.

આજથી કાંકરિયામાં પ્રવેશ કરનાર તમામ લોકોનું ટેમ્પરેચર મપાશે, હાથ સેનિટાઇઝ કરાશે, માસ્ક પહેરેલું હશે તો જ પ્રવેશ અપાશે. મુલાકાતીઓએ પોતાનો નાસ્તો અને પાણીની બોટલ પણ ઘરેથી સાથે લાવવી પડશે, કાંકરિયામાં કોઇ વસ્તુનું વેચાણ થશે નહીં. કાંકરિયા લેકફ્રન્ટમાં આજથી ચાલવા આવનાર માટે પણ મંજૂરી આપવામાં આવી છે. જોકે તેમને કસરત કરવાની કે બેસવાની પરવાનગી નહીં આપવામાં આવે. થૂંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here