જેઓના મતદાર યાદીમાં નામ નથી કે નામ નાખવાના હોય કે સુધારણા કરવાની બાકી હોય તેઓ માટે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદારયાદી સુધારણાનો કાર્યક્રમ 9મી સોમવારથી શરૂ થશે. જે 15 ડિસેમ્બર સુધી ચાલશે.
ખાસ ઝુંબેશ હેઠળ 22, 29 નવેમ્બર, 6 અને 13 ડિસેમ્બર એમ ચાર રવિવારે સવારે 10 થી 5 મતદાર પોતાના વિસ્તારના મતદાન મથકોએ નવા ચૂંટણીકાર્ડ સહિત જૂના ચૂંટણીકાર્ડમાં સુધારા-વધારા કરાવી શકશે.
પહેલી જાન્યુઆરી, 2021ના રોજ 18 વર્ષ પૂરા કરનાર અને તેથી વધુ ઉંમર ધરાવનાર તમામ મતદારો મતદારયાદીમાં નામ નોંધાવી શકશે. જેના માટે નમૂના-6 ફોર્મ ભરવાનું રહેશે.