આજે ધનતેરસ જાણીલો શાસ્ત્રોક્તપૂજન વિધિ તેમજ શુભ મુહૂર્ત

  0
  9

  આજે આસો મહિનાની વદ પક્ષની તેરસે એટલે કે ધનતેરસ (Dhanteras)છે. આજે ધનના દેવતા એવા કુબેર, મા લક્ષ્મી, ધન્વંતરિ અને યમરાજની પૂજા કરવામાં આવે છે. ધનતેરસની પૂજાનાં મુહૂર્ત. ધનતેરસના દિવસે સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ માટે માતા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે.

  ધાર્મિક શાસ્ત્રો અનુસાર આ દિવસે ધનવંતરીનો જન્મ થયો હતો તેથી તેને ધનતેરસ કહેવામાં આવે છે. ધનતેરસના દિવસે સાંજે પરીવારની મંગલકામના માટે યમ નામનો દીપક પ્રજ્વલિત કરવામાં આવે છે.

  ધનતેરસ પૂજન માટે શુભ મુહૂર્ત
  ધનતેરસ, શુક્રવાર, 13-11-2020ના દિવસે આવશે. આ દિવસે ધન પૂજન, ધન્વંતરી પૂજન અને યમ દીપદાન કરવામાં આવે છે. આજની પૂજાનું મુહૂર્ત સાંજે 5.28થી 5.59 કલાકનું છે. આ વખતે વાઘબારસ (વાકબારસ)ગુરુવારની રાત્રે 9.31 કલાકે પુરી થાય છે. પરંતુ ધનતેરસની (Dhanteras) શરૂઆત શુક્રવારના સૂર્યોદયથી જ ગણવી રહી. ત્યાંથી સાંજના 5.59સુધી પુજાનું મુહુર્ત ગણી શકાય. સૂર્યાસ્ત પછી જ પૂજાની પરંપરા હોય તો સૂર્યાસ્ત પછી પૂજા કરી શકાશે.

  પ્રાતઃ 7 વાગ્યાથી સવારના 11 વાગ્યા સુધી
  બપોરના 12.30 વાગ્યાથી બપોરના 1.40 વાગ્યા સુધી
  સાંજના 4.45 વાગ્યાથી સાંજના 5.55 મિનિટ સુધી

  લક્ષ્મીપૂજનની સામગ્રી

  પૂજા માટે જોઈતી જરૂરી સામગ્રીમાં કંકુ, નાગરવેલનું પાન, સોપારી, ચોખા, ઈલાયચી, ચંદન, ઘી, ગંગાજળ, ફૂલો, માતા લક્ષ્મી માટે કમળનું ફૂલ અને ગુલાબનું ફૂલ અને ફૂલોની માળા, ફળો, સૂકા મેવા, મિષ્ટાન્ન, અત્તર, પતાશા, કપૂર, ધૂપ, દીપ, તેલ અથવા ઘીથી ભરેલા દીવા, શ્રીફળ, ધરો, બાજઠ, કળશ, લાલ કપડું, મા લક્ષ્મી અને ગણપતિજીની મૂર્તિ અથવા ફોટો, ચાંદીનો સિક્કો.

  લક્ષ્મીપૂજન વિધિ

  આજે સાંજના સમયે ઉત્તર દિશામાં કુબેર, ધન્વંતરિ ભગવાન અને મા લક્ષ્મીની સ્થાપના કરી પુજા કરવી. પૂજા સમયે ઘીનો દીવો પ્રગટાવવો. કુબેરને સફેદ મિઠાઈ અને ભગવાન ધન્વંતરિને પીળી મીઠાઈ અર્પણ કરવી. પૂજા કરતી વખતે હ્રીં શ્રીં ક્રીં શ્રીં કુબેરાય અષ્ટલક્ષ્મી મમગૃહે ધનં પુરય પુરય નમઃ મંત્રનો જાપ કરવો. પછી ધન્વંતરિ સ્ત્રોતનો પાઠ કરવો અને ગણેશ અને મા લક્ષ્મીની પૂજા કરવી. પછી માટીના કોડિયામાં દીવો પ્રગટાવી મા લક્ષ્મી અને ગણેશને ભોગ ચઢાવવો, ફૂલ અર્પણ કરવાં.

  આજના દિવસે ધન્વંતરિ દેવની પૂજા ષોડ્શોપચાર પૂજાના વિધાનથી કરવામાં આવે છે. આ પૂજા સોળ ક્રિયાઓથી સંપન્ન કરવામાં આવે છે. સૌપ્રથમ તો સ્નાન કરી તમારા શરીરને શુદ્ધ કરવું. પૂજા દરમિયાન પુરુષોએ પીળું પીતાંબર પહેરવું અને સ્ત્રીઓએ લાલ સાડી પહેરવી. શરીરે સુગંધિત પદાર્થ લગાવવો. ભગવાન સામે આસન પાથરવું, આસન ઉપર પદ્માસન લગાવીને બેસવું, તાંબાની તાસકમાં ભગવાનને બેસાડી ગંગાજળમાં અત્તર રેડી સુગંધિત પાણીથી તેમને સ્નાન કરાવવું.

  ભગવાનને આભૂષણોથી સજાવવા અને તે પછી કેસર અને ચંદનથી તિલક કરવું. ત્યારબાદ તેમને સ્વચ્છ આસન પર બેસાડી ફૂલો ચઢાવવાં, દીવો પ્રગટાવવો અને ગૂગળનો ધૂપ કરવો, તે પછી ભગવાનને નૈવેદ્ય અને દૂધ તેમજ પાણીથી આચમન કરાવવું. લક્ષ્મીજી અને ધન્વંતરિ દેવની આરતી સાથે ભગવાનની આરતી ઉતારવી. પછી આરતી લઈને ચારે દિશામાં ગોળ ફરીને બધાં દેવી-દેવતાને અર્પણ કરવી.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here