બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને 125 બેઠકો સાથે ફરી સત્તા મળી છે.
જેમાં 74 બેઠકો મેળવીને ભાજપ એનડીએના સાથીદાર પક્ષ જેડીયુ કરતા આગળ નિકળી ગયુ છે.જોકે આમ છતા ભાજપે કહ્યુ છે કે, નિતિશ કુમાર જ બિહારના સીએમ હશે પણ તેની વચ્ચે બિહાર ભાજપના કદાવર નેતા અને કેન્દ્રીય મંત્રી ગીરિરાજ સિંહે નિવેદન આપતા કહ્યુ છે કે, આજે નહી તો કાલે પણ બિહારમાં ભાજપનો મુખ્યમંત્રી હશે.
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ગિરિરાજ સિંહે કહ્યુ હતુ કે, લોકતંત્રમાં 51-49ની રમત હોય છે. અમે બહુમતિ મેળવી છે અને જે લોકો ચૂંટણી દરમિયાન અમારા પર આરોપ લગાવતા હતા તે પોતે અગાઉની ચૂંટણી જેવુ પ્રદર્શન કરી શક્યા નથી.જેની પાસે બહુમતિ છે તે સરકાર બનાવે તે જ લોકશાહીનો નિયમ છે. ભાજપે તો ગુજરાતમાં આઠે આઠ બેઠકો પર વિજાય મેળવ્યો છે.
એક પ્રશ્નના જવાબમાં ગિરરિજે કહ્યુ હતુ કે, સમય આવશે ત્યારે રાજ્યમાં ભાજપનો કોઈ નેતા પણ સીએમ બનશે.આજે નહી તો કાલે આવુ થવાનુ છે.
ગિરિરાજ સિંહે નિતિશ કુમારને તેજસ્વીના આશીર્વાદ લેવાની સલાહ આપતા કોંગી નેતા દિગ્વિજયસિંહના ટ્વિટ પર કરહ્યુ હતું કે, દિગ્વિજયસિંહે પહેલા પોતાનુ ઘર સંભાળવાની જરુર છે. આવા લોકોનો વહેલો અંત આવી જતો હોય છે. મોદીજીની આગેવાનીમાં દેશ આગળ વધી રહ્યો છે.
કોરોના સંકટમાં પણ કોઈ ભુખ્યુ રહ્યુ નથી. કેટલાક લોકોએ ભાજપના ફ્રી વેક્સિનના વાયદાની મજાક ઉડાવી હતી. તેમને જવાબ મળી ગયો છે.હવે પશ્ચિમ બંગાળમાં પણ ભાજપની સરકાર બનશે તે નક્કી છે. મમતા બેનરજીને આગામી ચૂંટણીમાં પ્રજા જવાબ આપશે.