આજે મંદિરોમાં ધનતેરસની પૂજા અને યજ્ઞ યોજાશે, દિવાળીએ ઓનલાઇન ચોપડા પૂજન થશે

    0
    8
    • બેસતાં વર્ષે રવિવારે અન્નકૂટ અને વિશાળ 12 ફૂટની રંગોળી કરવામાં આવશે

    દિવાળી અને બેસતા વર્ષના દિવસે લોકો મંદિરોમાં ભગવાનના દર્શન કરવા વહેલી સવારથી ઉમટી પડે છે. દિવાળીના દિવસે ચોપડા પૂજન અને બેસ્ટ વર્ષે અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાના કારણે મંદિરોમાં ઓનલાઇન ચોપડા પૂજન કરવામાં આવશે. આજે ધનતેરસને લઇ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરમાં મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે 201 સુવર્ણના પુષ્પોથી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરીને અભિષેક કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્વામિનારાયણ ગુરુકુળ છારોડી ખાતે આજે ધન્વંતરી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સવારથી સાંજે 5 વાગ્યા સુધી યજ્ઞ ચાલશે જેમાં 30 વૈદરાજ બેસશે.

    મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ષોડ્શોપચારથી પૂજન

    ધનતેરસ હોવાથી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં નાદરી ખાતે ર૦૧ સુવર્ણના પુષ્પોથી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન ષોડ્શોપચારથી પૂજન કરીને અભિષેક કરવામાં આવ્યો હતો અને હાલ, કોરોના વાઈરસની ઉપાધિનું શમન થાય તે માટે દેશ – વિદેશમાં વસતા સત્સંગીઓ દ્રારા પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,ધનતેરસના બે અર્થ થાય છે. ધનતેરસ તથા ધનના પૂજનનો દિવસ. ગાયોનું ધણ પણ ઘન કહેવાતું. આ દિવસે ગાયોની પણ પૂજા થાય છે. સોનાચાંદીના દાગીના ખરીદવામાં આવે છે. ભગવાનના દાગીના – સિંહાસનનું શુધ્ધિકરણ કરવામાં આવે છે. ધન્વતરી આ દિવસે હાથમાં અમૃતકુંભ લઈને પ્રગટ થયા હતા માટે વાસણ – પાત્રોનું પૂજન કરવામાં આવી રહ્યું છે. દીપદાનનું મહત્વ સવિશેષ છે.

    બ્રહ્મ પુરાણમાં એમ કહેવાયું છે કે, લક્ષ્મીજી આખી રાત્રી દરમિયાન ધનતેરસના દિવસે વિહાર કરવા માટે નીકળે છે. ધનતેરસના દિવસે લોકમાં લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે.સોના – ચાંદીના દાગીના, રુપિયાનું પણ પૂજન કરવામાં આવે છે. આજનો દિવસ વૈધ ઘન્વન્તરી નો અને અમૃત ના પ્રાગટ્યનો દિવસ છે. દેવોને આ દિવસે અમૃત મળ્યું હતું. આ દિવસે લક્ષ્મીનું પૂજન કરવાથી સંપત્તિ પવિત્ર બને છે. અને તે પવિત્ર બન્યા પછી સદ્કાર્યોમાં – ભગવાનના ઉપયોગમાં વાપરીએ તો નિર્ગુણ અને મોક્ષને આપનારી થાય છે. નહીં તો તે જ લક્ષ્મી બંધનને કરનારી થાય છે. ધનતેરસના દિવસે ધન્વંતરીનું પ્રાગટ્ય થયું હોવાથી ઘન્વન્તરી ત્રયોદશી પણ કહેવામાં આવે છે.ઘનતેરસને આરોગ્યની આરાધનાનું પર્વ કહેવામાં આવે છે. આયુર્વેદ ડોક્ટરો આ દિવસે ખાસ ધન્વંતરીનું પૂજન કરે છે.

    201 સુવર્ણના પુષ્પોથી સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરીને અભિષેક

    14મી નવેમ્બરના રોજ દિવાળીના દિવસે સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે વિશાળ 12 ફૂટના ચોપડાનું પૂજન અને લેપટોપનું પૂજન કરવામાં આવશે. તમામ પૂજન ઓનલાઇન રહેશે અને બેસતાં વર્ષે રવિવારે અન્નકૂટ અને વિશાળ 12 ફૂટની રંગોળી કરવામાં આવશે. શનિવારે દિવાળીના દિવસે મેમનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ચોપડા પૂજન અને અન્નકૂટ ધરાવવામાં આવશે.

    કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષે મંદિરોમાં ચોપડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું નથી. ઓનલાઇન ચોપડા પૂજન કરવામાં આવશે. લોકો ઘરે બેસી અને ચોપડા પૂજન કરી શકશે. મંદિરોમાં ભીડને લઈ સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની તૈયારીઓ કરવામાં આવી છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here