આજે સાંજે યમપૂજા અને દીપદાન કરવું, શનિવારે સવારે ઔષધીસ્નાન થશે

0
32
  • પુરાણો પ્રમાણે, ચૌદશ તિથિમાં દીપદાન અને ઔષધીસ્નાન કરવાથી ઉંમર વધે છે

આસો મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિને કાળીચૌદશ કે નરક ચૌદશ તરીકે ઊજવવામાં આવે છે. સ્કંદ પુરાણ પ્રમાણે, આ તિથિમાં સાંજે યમરાજ માટે દીપદાન આપવાથી અકાળ મૃત્યુ થતું નથી. ત્યાં જ ભવિષ્ય અને પદ્મ પુરાણ પ્રમાણે ચૌદશ તિથિમાં સૂર્યોદય પહેલાં જાગીને અભ્યંગ એટલે તેલ માલિશ કરીને ઔષધીસ્નાન કરવું જોઈએ. આવું કરવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે.

જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, ચૌદશ તિથિ 13 નવેમ્બર એટલે આજે બપોરે લગભગ 3 વાગ્યાથી શરૂ થઇને 14મીએ બપોરે 2 વાગ્યા સુધી રહેશે, એટલે યમ દીપદાન શુક્રવારે એટલે આજે સાંજે કરવું જોઇએ અને ઔષધીસ્નાન 14 નવેમ્બરના રોજ સૂર્યોદય પહેલાં કરવું શુભ રહેશે.

દીપદાન અને યમ પૂજનઃ-
આસો મહિનાની ચૌદશ તિથિએ યમરાજને પ્રસન્ન કરવા માટે સૂર્યાસ્ત પછી દક્ષિણ દિશામાં દીપદાન કરવાથી ક્યારેય અકાળ મૃત્યુ આવતું નથી અને જાણ્યે-અજાણ્યે કરેલાં દરેક પાપ પણ દૂર થાય છે. પ્રસન્ન થઇને યમ આરોગ્ય અને લાંબી ઉંમરના આશીર્વાદ આપે છે, જેથી પરિવારમાં કોઇપણ પ્રકારની પરેશાની આવતી નથી.

અભ્યંગ અને ઔષધીસ્નાનઃ
ભવિષ્ય પુરાણ પ્રમાણે આસો મહિનાના વદ પક્ષની ચૌદશ તિથિએ સ્નાન કરતાં પહેલાં તલના તેલની માલિશ કરવી જોઇએ. તલના તેલમાં લક્ષ્મીજી અને પાણીમાં ગંગાજીનો નિવાસ માનવામાં આવે છે. જેથી રૂપ વધે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. પદ્મપુરાણમાં ઉલ્લેખ છે કે જેઓ સૂર્યોદય પહેલાં સ્નાન કરે છે તે યમલોક જતાં નથી, એટલે આ દિવસે સૂર્યોદય પહેલાં જ ઔષધીસ્નાન કરવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here