આત્મનિર્ભર ભારતને લઈને વધુ એક મોટી જાહેરાત: રૂ.2.65 લાખ કરોડના પેકેજમાં સરકારે શું મોટી જાહેરાતો કરી ?

  0
  7

  કોરોના વાયરસ (Corona Virus)ના પગલે દેશ સહિત વિશ્વભરનું અર્થતંત્ર(Economy) બગડી ગયું છે. તમામ દેશોની ગાડી પાટા પરથી નીચે ઉતરી ગઈ છે. વિવિધ દેશો વિવિધ યોજનાઓ અને રાહત પેકેજના પગલે ફરી તંત્રને ઉભુ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે ભારત પણ જલદીથી બેઠું થઈ રહ્યું છે તેવી આશા અને વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં લોકોને મુશ્કેલી ન પડે અને સહાયતા મળી રહે તે હેતુથી વિવિધ યોજનાઓ અને રાહક પેકેજની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે આજે મોદી સરકારે દેશભરના લોકોને ફરી એક મોટી દિવાળીની ભેટ આપી છે.

  કોરોના સંકટમાં પાટા પરથી ઉતરી ગયેલી અર્થવ્યવસ્થા(Economy)ને ફરીથી દોડતી કરતાં માટે મોદી સરકારે વધુ એક રાહત પેકેજની જાહેરાત કરી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આત્મનિર્ભર ભારત 3.0 (AatmaNirbhar Bharat 3.0)ની જાહેરાત કરી છે, જેમાં 12 જાહેરાતો કરવામાં આવી છે. જેમાં આત્મભારત ભારત રોજગાર યોજના લૉન્ચ કરી છે તેને 1 ઓક્ટોબરથી લાગુ થશે જેની અવધિ બે વર્ષની હશે. આત્મનિર્ભર ભારત યોજનાની શરૂઆત કરવામાં આવી છે જે થી રોજગારનું નિર્માણ થઈ શકે. નાણા મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અર્થવ્યવસ્થામાં સુધારના સંકેત જોવા મળી રહ્યા છે.

  આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ 12 યોજનાઓની વિગતો રજૂ કર્યા બાદ નાણા મંત્રીએ જણાવ્યું કે, આત્મનિર્ભર ભારત 3.0 હેઠળ કુલ 2.65 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ રકમ ભારતના જીડીપીના 15 ટકા જેટલી છે.

  યોજનાનો લક્ષ્ય છે કે વધુમાં વધુ કર્મચારી ઇપીએફઓ સાથે જોડાય

  આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાઆ યોજનાનો લક્ષ્ય છે કે વધુમાં વધુ કર્મચારી ઇપીએફઓ સાથે જોડાય અને પીએફનો ફાયદો લે. આવા કર્મચારી જે પહેલા પીએફ માટે રજિસ્ટર્ડ નહોતા અને તેમની આવક 15 હજારથી ઓછી છે તો તેમને આ યોજનાનો લાભ મળશે. જે લોકો ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધી નોકરીમાં નહોતા, પરંતુ ત્યારબાદ પીએફથી જોડાયેલા છે તેમને પણ આનો લાભ મળશે. આ યોજના 30 જૂન 2021 સુધી લાગુ રહેશે.

  કર્મચારીઓને પીએફના પૂરા 24 ટકા હિસ્સો સબ્સિડીના રૂપમાં આપશે

  સરકાર બે વર્ષ સુધી 1000ની સંખ્યાવાળા કર્મચારીઓવાળી સંસ્થાઓને નવી ભરતીવાળા કર્મચારીઓને પીએફના પૂરા 24 ટકા હિસ્સો સબ્સિડીના રૂપમાં આપશે. તે 1 ઓક્ટોબર 2020થી લાગુ તશે. 1000થી વધુ કર્મચારીઓ વાળી સંસ્થામાં નવા કર્મચારીના 12 ટકા પીએફ યોગદાન માટે સરકાર બે વર્ષ સુધી સબ્સિડી આપશે. તેમાં લગભગ 95 ટકા સંસ્થાન આવી જશે અને કરોડો કર્મચારીઓને ફાયદો થશે.

  26 સેક્ટર્સ માટે ક્રેડિટ ગેરન્ટી સપોર્ટ

  આજના રાહત પેકેજમાં સરકારે કોવિડ-19 મહામારીની વચ્ચે સૌથી વધુ નુકસાનનો સામનો કરનારા 26 સેક્ટર્સ માટે ક્રેડિટ ગેરન્ટી સપોર્ટ સ્કીમની જાહેરાત કરી છે.

  ECLGS સ્કીમની અવધિ વધારાઈ

  સરકારે 3 લાખ કરોડ રૂપિયાની ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ ની તારીખ વધારીને 31 માર્ચ 2021 કરી દીધી છે. તેઓએ કહ્યું કે આત્મનિર્ભર ભારત હેઠળ ECLGS સ્કીમ હેઠળ 61 લાખ લોકોને લાભ મળશે.

  PM આવાસ યોજના (શહેરી) માટે 18 હજાર કરોડ રૂપિયાની જાહેરાત

  પીએમ શહેરી આવાસ યોજના માટે 18 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તેનાથી કુલ 30 લાખ મકાનોને ફાયદો થશે. આ બજેટમાં જાહેર કરવામાં આવેલા 8 કરોડ રૂપિયાથી વધારાના હશે. તેમાં 78 લાખથી વધુ રોજગારીની તક ઊભી થશે.

  નિર્માણ અને માળખાકિય સુવિધા સેક્ટરને રાહત

  નિર્માણ અને માળખાકિય સુવિધા સેક્ટરની કંપનીઓને હવે કોન્ટ્રાક્ટ માટે પર્ફોમન્સ સિક્યુરિટીના રૂપમાં 5થી 10 ટકાને બદલે માત્ર 3 ટકા રકમ રાખવી પડશે. આ રાહત આવતા વર્ષ એટલે કે 2021ની 31 ડિસેમ્બર સુધી મળશે.

  કોરોના વાયરસ સેક્ટરમાં રિસર્ચ માટે 900 કરોડ રૂપિયા

  કોરોના વાયરસ સેક્ટરમાં રિસર્ચ કરનારી કંપનીઓને પ્રોત્સાહન આપવા માટે 900 કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ વેક્સીન બનાવવા નહીં પરંતુ જે કંપનીઓ રિસર્ચ કરી રહી છે તેમને આપવામાં આવશે. તેનો ફાયદો બાયો ટેક્નોલોજીની કંપનીઓને મળશે.

  ફર્ટિલાઇઝર સબ્સિડીની જાહેરાત, 65 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ

  કૃષિ ક્ષેત્રને રાહત આપવા માટે નાણા મંત્રીએ ફર્ટિલાઇઝર સબ્સિડી ની જાહેરાત કરી છે. સરકારે કહ્યું છે કે ફર્ટિલાઇઝર સબ્સિડી તરીકે તેઓ 65 હજાર કરોડ રૂપિયા આપશે. તેનાથી ખેડૂતોને સસ્તા ભાવે ફર્ટિલાઇઝર ઉપલબ્ધ થઈ શકશે.

  પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયાની જાહેરાત
  સરકારે પહેલા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 116 જિલ્લાઓના પ્રવાસી શ્રમિકોને તેમના રાજ્યમાં રોજગાર આપવાની જાહેરાત કરી હતી. સરકારે તેના માટે 37,543 કરોડ રૂપિયા ખર્ચ કર્યો હતો. આ સ્કીમ 31 ઓક્ટોબર 2020 સુધીની હતી. હવે સરકારે તેમાં 10 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

  અન્ય મુખ્ય જોગવાઈઓ આ મુજબ છે…

  • પીએમ ગરીબ કલ્યાણ યોજના માટે 10 હજાર કરોડ રૂપિયાની વધારાની વ્યવસ્થા. તેનો ઉપયોગ મનરેગા કે ગ્રામ સડક યોજના માટે કરી શકાશે.
  • ખેડૂતોને ખાતરની સબ્સિડી આપવા માટે 65 હજાર કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવામાં આવી છે.
  • આ અગાઉ નાણા મંત્રી (Finance Minister of India) નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ ગુરૂવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, સરકારના પગલાંથી ફાયદો થયો છે. ત્રીજા ક્વાર્ટરમાં થઈ પોઝિટિવ ગ્રોથ જોવા મળી શકે છે. તેઓએ કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થામાં મજબૂત રિકવરી થઈ રહી છે. અનેક સંતકો આ વાતને દર્શાવી રહ્યા છે.
  • નાણા મંત્રીએ કહ્યું કે, રેટિંગ એજન્સી મૂડીઝે કેલેન્ડર વર્ષ 2020 માટે ભારતના જીડીપી ગ્રોથના પોતાના અનુમાનને વધારી દીધું છે. સાથોસાથ રેટિંગ એજન્સીએ કેલેન્ડર વર્ષ 2021 માટે પણ દેશના જીડીપી ગ્રોથનું અનુમાન વધારી દીધું છે. મૂડીઝે વર્ષ 2020 માટે ભારતના જીડીપી ગ્રોથનો પોતાનો અનુમાનને વધારીને -8.9 ટકા કરી દીધો છે. આ પહેલા -9.6 ટકા હતો
  • નિર્મલા સીતારામણે પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં કહ્યું કે, જીએસટી સંગ્રહ વધ્યો છે. ઓક્ટોબર મહિનામાં વાર્ષિક આધાર પર 10 ટકાની તેજી આવી છે. બેંક ક્રેડિટમાં 23 ઓક્ટોબર સુધીની તેજી આવી છે.
  • આત્મનિર્ભર ભારત 1.0 વિશે જણાવતા તેઓએ કહ્યું કે, 28 રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશ એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ યોનાની સાથે આવ્યા છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ 26.2 લાખ લોનની ફાળવણી કરવામાં આવી છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here